• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

નેતૃત્વ કાર્યક્રમમાં ભારતની 40 મહિલા પ્રતિનિધિમાં ભુજની બે નગરસેવિકાનો સમાવેશ

ભુજ, તા. 26 : દિલ્હીની સંસ્થા દ્વારા નેતૃત્વ કાર્યક્રમમાં સમગ્ર ભારતમાંથી પસંદ કરાયેલા 40 મહિલા પ્રતિનિધિઓમાં ભુજના બે નગરસેવિકાનો સમાવેશ થતાં સમગ્ર કચ્છમાં ગૌરવની લાગણી ફેલાઇ હતી. ઇન્ડિયન સ્કૂલ ઓફ ડેમોક્રેસી દિલ્હી દ્વારા શી રિપ્રેજેન્ટ્સ સાત દિવસીય નેતૃત્વ તાલીમમાં ભારતમાંથી પસંદ કરાયેલી 40 મહિલા પ્રતિનિધિમાં ભુજનાં નગરસેવિકા બિંદિયાબેન ઠક્કર તેમજ એડવોકેટ એન્ડ નોટરી સાવિત્રીબેન જાટનો સમાવેશ કરાયો હતો. આ પસંદગી બદલ બંને નગરસેવિકાઓને કચ્છભરમાંથી અભિનંદન સાંપડી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang