• શનિવાર, 28 સપ્ટેમ્બર, 2024

કચ્છની લોકઅદાલતોમાં 61.19 કરોડની વસૂલાત

ભુજ,તા. 22 : આજે કચ્છભરની અદાલતોમાં યોજાયેલી લોકઅદાલતમાં મુકાયેલા અંદાજે 28 હજાર કેસ પૈકી 12661નો નિકાલ કરાયો હતો અને 61.19 કરોડની વસૂલાત થઈ હતી. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના મુખ્ય સંરક્ષકના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને અધ્યક્ષ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, કચ્છ-ભુજના એ.એલ. વ્યાસની રાહબરી હેઠળ જિલ્લાના મુખ્ય 5ાંચ મથક ભુજ, ફેમેલી કોર્ટ, લેબર કોર્ટ, કચ્છ અને તમામ દસ તાલુકામાં રાષ્ટ્રીય લોકઅદાલત યોજાઈ હતી. આ લોકઅદાલતમાં લગ્ન વિષયક તકરારના કેસો, સમાધાન કરી શકાય તેવા ફોજદારી કેસો, નજીવા ગુનાના કેસો, દિવાની દાવાઓ જેવા કે, લેણી રકમના દાવા, દરખાસ્તો, સમાધાનની શકયતા જણાઈ આવે તેવા બીજા દાવાઓ, મોટર અકસ્માત વળતરની અરજીઓ વગેરે 28 હજાર કેસ મુકાયા હતા, તેમાંથી 12661નો નિકાલ  કરાયો હતો. આ લોકઅદાલતને સફળ બનાવવા બદલ તમામ ન્યાયાધીશ, તમામ તાલુકા બાર એસોસીએશનના હોદ્દેદારો, સભ્યો, પેનલ એડવોકેટો, જિલ્લા સરકારી વકીલ, મદદનીશ સરકારી વકીલો, અદાલતના તમામ કર્મચારીઓ, પી.જી.વી.સી.એલ, બેંકના અધિકારીઓ, ઈન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓ, પૂર્વ અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિકારીઓ વગેરેનો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, કચ્છ-ભુજના સચિવ - આર.બી. સોલંકીએ તમામ સ્ટેક હોલ્ડર્સનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang