• મંગળવાર, 25 જૂન, 2024

શુક્રવારે ભુજમાં મેગા રક્તદાન કેમ્પ

ભુજ, તા. 10 : વિશ્વભરના રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવાના હેતુથી તા. 14મી જૂનના વિશ્વ રક્તદાન દિવસ ઊજવવામાં આવે છે, જેનો આરંભ .. 2007થી કરાયો છે. રક્તના સમૂહ -બી-ઓના શોધક કાર્લ લેન્ડસ્ટેઈનરનો જન્મ 14મી જૂનના થયો હોવાથી દિવસ મનાવવામાં આવે છે. શોધકને તેની શોધ માટે નોબલ પારિતોષિક પણ એનાયત કરાયું છે. વિશ્વને રક્તદાન દિવસનું મહત્ત્વ સમજાવવાના એક પ્રયાસ રૂપે ઊજવવામાં આવતા દિવસની વખતે ભુજમાં પણ અનોખી રીતે ઉજવણી કરવામાં આવનારી છે. આગામી 14મી જૂન શુક્રવારના એલ.એન.એમ. લાયન્સ હોસ્પિટલ, ભુજ તથા કચ્છના લોકપ્રિય દૈનિક કચ્છમિત્રના સંયુક્ત ઉપક્રમે વિશિષ્ટ રીતે ઉજવણી કરાશે. દિવસ સવારે આઠ વાગ્યાથી એક વાગ્યા સુધી શહેરની જી.કે. જનરલ હોસ્પિટલના બ્લડ બેંક યુનિટના સહયોગથી એલ.એન.એમ. લાયન્સ હોસ્પિટલ ન્યૂ રાવલવાડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. રક્તદાન કેમ્પમાં રક્તદાન કરનારા રક્તદાતાને અકસ્માતમાં ઘાયલ થવાથી, કાયમી કે અંશત: અપંગતા કે મૃત્યુની ઘટના બને તો રક્તદાતા કે તેમના પરિવારને મુશ્કેલીના સમયમાં આર્થિક સહાય રૂપે રૂા. એક લાખની નાણાકીય સહાય આપી શકાય માટે રૂા. એક લાખના વીમાની પોલિસી તત્કાલ આપવામાં આવશે. રક્તદાન કેમ્પમાં રક્તદાન કરવા આવનારા રક્તદાતાને વીમા પોલિસી માટે જરૂરી દસ્તાવેજો જેવા કે આધારકાર્ડ, પાનકાર્ડની ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે. પોલિસીનો સમયગાળો એક વર્ષ પૂરતો રહેશે. રક્તદાન કરવા ઈચ્છુક રક્તદાતાએ સાથે છપાયેલ ક્યૂઆર કોડ સ્કેન કરીને પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રક્તદાનનો મહિમા વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને નવા રક્તદાતાઓને પ્રેરણા મળે એવા હેતુથી યોજાનારા કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓને રક્તદાન કરવા અનુરોધ કરાયો છે, જેથી પ્રવર્તમાન સમયમાં કચ્છમાં અનુભવાઈ રહેલી રક્તની ખોટ પણ પૂરી શકાય.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang