• બુધવાર, 22 મે, 2024

ભાજપના ઘમંડનો પરાજય નિશ્ચિત : કોંગ્રેસ

ભુજ, તા. 19 : લોકસભાના કચ્છના કોંગ્રેસના ઉમેદવાર નીતેશ લાલણે મુંદરા મતવિસ્તારમાં પ્રચાર વેગવાન બનાવ્યો હતો. ભાજપ સરકાર પર આક્ષેપ કરતાં કચ્છની ગૌશાળાઓમાં આશરો લેતા પશુઓની સબસિડી હોય કે અન્ય પ્રશ્નો અંગે હંમેશાં અન્યાય કરવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં લોકસંપર્ક કરતાં ઉમેદવાર શ્રી લાલણે જણાવ્યું હતું કે, અત્યારે જનતા ભાજપ સરકારથી ત્રાસી ગઇ છે અને ગામેગામ વિરોધની લહેર જોવા મળે છે. બિપોરજોય વાવાઝોડાંમાં મુંદરા-માંડવી વિસ્તારમાં પશુધન, બાગાયતી પાકને મોટી નુકસાની થઇ હોવા છતાં સહાય ચૂકવવામાં આવી નથી. હાલમાં કોસ્ટલ ઝોનનો કાયદો અમલમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે તે ખરેખર દરિયા કિનારાને લૂંટવાનો પાછલા બારણેથી પ્રયાસ હોવાનું જણાવી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુર્વેન્દ્રસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો કે કચ્છમાં સમુદ્રી કાંઠાનાં ગામોને મોટો અન્યાય કરવાનો એક પ્રયાસ છે તેને અમલ થવા નહીં દેવાય. આગેવાનો દ્વારા ભાજપના આગેવાનો  ભ્રષ્ટાચાર સિવાય કંઇ નથી કરતા. કચ્છના મૂળ પ્રશ્નો અંગે અવાજ ઉઠાવવામાં નિષ્ફળ ગયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. ભાજપના ઘમંડનો પરાજય નિશ્ચિત હોવાથી કોંગ્રેસ તરફી મતદાન કરવા હાકલ કરવામાં આવી હતી. મુંદરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમભાઈ ગઢવી, તાલુકા પંચાયત વિરોધપક્ષના નેતા નવીનભાઈ ફફલ, વાલજીભાઈ દનિચા, હાજી સલીમ જત, રાજુભા જાડેજા, દેવેન્દ્રાસિંહ જાડેજા, સંજયભાઈ બાપટ પ્રચારાર્થે જોડાયા હતા. મુંદરા પંથકના ગામો હટડી, ભદ્રેશ્વર, વડાલા, મોખા, વવાર, છસરા, કુંદરોડી, બગડા, વાગુરા, પત્રી, વાંકી, ટપ્પર, રતાડિયા, લાખાપર, ગુંદાલા, સાડાઉ, લુણી ગામોનો  પ્રચાર કર્યો હતો. તમામ ગામોમાં પ્રજામાં ભાજપ વિરોધી લહેર અને વાતાવરણ જોવા મળેલું હતું એવો દાવો કરાયો હતો. વિવિધ આગેવાનોએ સ્વાગત કર્યું હતું. પ્રવાસ દરમિયાન સ્થાનિક આગેવાનો મીઠુભાઈ મહેશ્વરી, વિજય બડિયા, યુવરાજાસિંહ જાડેજા, મેરૂભા ઝાલા, ભરત પાતારિયા, શંભુભાઈ આહીર, મુંદરા તા. પંચાયત સદસ્યો સુરેન્દ્રાસિંહ ઝાલા, આસરિયા ગઢવી, અલ્તાફભાઈ રેલિયા, રમીલાબેન માતંગ, કાનજીભાઈ ગઢવી, મયૂરાસિંહ જાડેજા, કરસનભાઈ ગઢવી વિગેરે સ્થાનિકો જોડાયા હતા. વ્યવસ્થા મયૂરભાઈ બડિયાએ કરી હતી એવું કચ્છ લોકસભા મીડિયા કો-ઓર્ડિનેટર ગનીભાઈ કુંભાર તથા સંકલન વિભાગના ધીરજ ગરવા દ્વારા જણાવાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang