• બુધવાર, 22 મે, 2024

મોદી લહેર તળે કચ્છમાં ભાજપની વિક્રમી સરસાઇથી જીત

ભુજ, તા. 19 : 2014માં પહેલી વાર કેન્દ્રમાં ચૂંટાઇને જંગી બહુમતીથી વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદી માટે 2019ની ચૂંટણી અપાર લોકપ્રિયતા લાવી. વિરોધ?પક્ષ?અને ખાસ તો કોંગ્રેસે લગાતાર નકારાત્મક પ્રચાર કર્યો એની ખાસ અસર થઇ. જનતા જનાર્દને મોદીના નેતૃત્વમાં અપાર વિશ્વાસ મૂક્યો અને ભાજપે એકલા હાથે 303 બેઠક કબજે લઇને ઇતિહાસ રચ્યો હતો. એનડીએનું કુલ સંખ્યાબળ 348 થયું હતું. રાષ્ટ્રવાદ, દેશની સુરક્ષા, નયા ભારત જેવા મુદ્દા શાસન વિરોધી પરિબળ પર ભારી પડયા. ગુજરાતમાં બીજીતરફ તમામ 26 બેઠક પર કેસરિયો લહેરાયો અને કચ્છમાં વિનોદ ચાવડાએ બીજીવાર માત્ર ટિકિટ મેળવી બલ્કે સરસાઇનો પોતાનો વિક્રમ તોડીને કોંગ્રેસના નરેશ?મહેશ્વરીને 3.05 લાખ?મતોથી શિકસ્ત આપી હતી. 17મી લોકસભાની રચના માટે કચ્છ-ગુજરાતમાં 23મી એપ્રિલે મતદાન યોજાયું હતું. સમયે ભીષણ ગરમી તો હતી સાથે ઓછા વરસાદને લીધે દુષ્કાળની પરિસ્થિતિમાં મતદારો થોડા નિરુત્સાહી રહ્યા અને 58.23 ટકા મતદાન થયું. 2014ની ચૂંટણીની તુલનાએ ત્રણ ટકા ઓછું મતદાન નોંધાયું હતું. ગત ચૂંટણીમાં 9.03 પુરુષ?અને 8.27 લાખ મહિલા મળીને કુલ 17.30 લાખ મતદારો નોંધાયા હતા. કચ્છ-મોરબી બેઠક માટે કુલ 10 દાવેદાર મેદાનમાં હતા. મુખ્ય સ્પર્ધા ભાજપના વિનોદ લખમશી ચાવડા અને કોંગ્રેસના નરેશ નારાણભાઇ?મહેશ્વરી વચ્ચે હતી. સિવાય બહુજન સમાજ પાર્ટી અને ડો. પ્રવીણ તોગડિયાના નવા રાજકીય પક્ષ હિન્દુસ્થાન નિર્માણ દળે પણ ચૂંટણી લડવાનું પસંદ કર્યું હતું. ચૂંટણી પ્રચારમાં નોટબંધી, રાફેલ વિમાન સોદો, જીએસટી સહિતના મુદ્દા ખૂબ ચગ્યા હતા. કોંગ્રેસે તેનો મુખ્ય શત્ર તરીકે ઉપયોગ કર્યો હતો. ભાજપ તરફથી સમયના ગૃહમંત્રી રાજનાથસિંહ, અભિનેતા પરેશ રાવલ, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિતના નેતાઓએ પ્રચાર મોરચો સંભાળ્યો હતો. ભાજપ ઉમેદવાર શ્રી ચાવડાએ ઉમેદવારીપત્ર?ભર્યું ત્યારે સમયના ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે રહ્યા હતા. 2019ની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ ચોકીદાર ચોર હૈ...નો નારો આપ્યો જે બૂમરેંગ થયો. ભાજપ તરફથી `મૈં ભી ચોકીદાર'?ઝુંબેશ શરૂ?થઇ. રાજનાથસિંહે 12મી એપ્રિલે ગાંધીધામમાં સભા સંબોધતાં કહ્યું હતું કે, `ચોકીદાર પ્યોર, ફરી પી.એમ. બનવું શ્યોર.' કોંગ્રેસના પ્રચાર માટે રાહુલ ગાંધી આવ્યા હતા. ભુજમાં વિશાળ સભા સંબોધતાં ચૂંટણી ઢંઢેરામાં જાહેર થયેલી ન્યાય યોજનાને ગરીબી વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઇક લેખાવી હતી. તેમણે ગૌચર જમીનો અને નર્મદાનાં પાણી મુદ્દે અન્યાયનો પણ મુદ્દો ઉખેડયો હતો. ચૂંટણીમાં ભાજપે મોદીનો ચહેરો આગળ ધરીને મત માગ્યા હતા અને જનતાએ દિલ ખોલીને આપ્યા. બીજીતરફ તત્કાલીન પક્ષ પ્રમુખ રાહુલ ગાંધી કરિશ્મા કરી શક્યા. અમેઠીમાં તેમને હાર મળી અને જનતાની અદાલતનો જંગ એવી બૂરી રીતે હાર્યા કે કોંગ્રેસ માત્ર બાવન બેઠકમાં સમેટાઇ ગઇ અને યુપીએનો કુલ સરવાળો 89 થયો હતો. ભુજની લાલન કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાતાં ભાજપના વિનોદ ચાવડા 6,37,034 અને કોંગ્રેસના નરેશ મહેશ્વરીને 3,29,229 મત મળ્યા હતા. શ્રી ચાવડાએ સરસાઇનો પોતાનો રેકોર્ડ તોડીને 3,05,512 મતે જીત નોંધાવી હતી. ચૂંટણી ઇતિહાસમાં નોંધાઇ ગઇ છે. યુવા ચહેરા તરીકે શ્રી ચાવડાની લોકપ્રિયતા મપાઇ. બીજીતરફ કોંગ્રેસ ગુજરાતમાં કે કચ્છમાં કોઇ અસર ઊભી કરી શકી નહીં. 17મી લોકસભામાં ચાવડાએ પ્રતિનિધિત્વ કર્યું. હવે જનતા જનાર્દન પાસે હેટ્રિક જીત સાતે 18મી લોકસભામાં પ્રતિનિધિત્વના આશીર્વાદ માગ્યા છે. તેમણે સામાજિક સંબંધો, કામગીરીનું ભાથું આગળ ધર્યું છે. સામે કોંગ્રેસે યુવા ચહેરા તરીકે નીતેશ લાલણને ઉતાર્યા છે. રૂપાલા મુદ્દે ક્ષત્રિયોની ભારે નારાજગી અને બહિષ્કારના નિર્ણય જેવી પરિસ્થિતિ કોંગ્રેસનો ઉત્સાહ વધારી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang