• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

મુંદરાની બજારમાં રેંકડીવાળા ફરી ગોઠવાઈ જતાં ટ્રાફિકજામ

મુંદરા, તા. 2 : તાજેતરમાં નગરપાલિકા દ્વારા જવાહર ચોક, મેઈન બજાર તથા બારોઈ રોડ પરથી શાક-બકાલાવાળા નાની હાથલારી તથા અન્ય ધંધો કરતા વેપારીઓને આઝાદ ચોક ખાતે શાકમાર્કેટમાં ખસેડાયા હતા. અદાલત ફાઉન્ડેશન દ્વારા એકાદ કરોડની વધારે રકમની શાકમાર્કેટ બનાવી છે, જેના કારણે જૂનો ટ્રાફિકનો પ્રશ્ન હલ થઈ ગયો છે. થોડા દિવસથી બજારમાં ફળના વેપારીઓ પોતાની ફ્રુટની કેબીન બહાર રાખી ધંધો કરી રહ્યા છે અને ટ્રાફિક થાય છે ત્યારે મુંદરાની બજાર આમે સાંકડી છે અને ફ્રુટવાળા વધારે સાંકડી કરે છે. અગાઉ પણ  નગરપાલિકાએ 4થી 5 વખત વિવિધ ફેરીયાઓને આઝાદ ચોક ખસેડાયા હતા. સુત્રો જણાવે છે કે, નગરપાલિકાએ દરરોજ બજારનું મોનીટરીંગ કરવું પડશે નહીં તો જૈસે થે તેમ ગોઠવાઈ જશે. હાલમાં પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે જેના કારણે સવાર-સાંજ બજારમાં ગીરદી જોવા મળે છે. સુત્રો જણાવે છે કે, ફ્રુટવાળા સામે તંત્ર કોઈ પગલાં નહી લે તો પહેલાની જેમ જવાહર ચોકમાં ફેરીયાઓ ગોઠવાઈ જશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang