• શનિવાર, 20 એપ્રિલ, 2024

ચૂંટણી માટે કચ્છ કોંગ્રેસ સજ્જ : વિવિધ અગ્રણીને જવાબદારી સોંપાઇ

ભુજ, તા. 2 : આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપનો મુકાબલો કરવા સજ્જ બનીને કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ચૂંટણી માટેના આયોજનનો પ્રારંભ કરાયો છે. ચૂંટણી માટે વિવિધ અગ્રણીઓને જુદી જુદી જવાબદારી માટે નિયુક્ત કરાયા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના આદેશ અનુસાર તથા રાષ્ટ્રીય પ્રભારી મુકલ વાસનીક તથા જિલ્લા પ્રભારી નુસરત પંજા, કચ્છ લોકસભા નિરીક્ષક ગુલાબસિંહ રાજપુત તથા જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા દ્વારા લોકસભા ચૂંટણી પ્રચાર-પ્રસારના આયોજન અને રણનીતી રૂપે વિધાનસભા ઇન્ચાર્જ સિનિયર આગેવાન એડવાઇઝરી અને સલાહકાર સમિતિ, જનરલ કો. ઓડીસન સમિતિ, મીડિયા કો. ઓર્ડીનેટર, લોકસભા પ્રચાર સમિતિના ઇન્ચાર્જ વિવિધ આગેવાનોની નિયુક્તી કરાઇ છે. અબડાસા મામદ જુગ જત, માંડવી નવલસિંહ જાડેજા, ભુજ આદમભાઇ ચાકી, અંજાર વી.કે. હુંબલ, ગાંધીધામ શૈલેન્દ્રસિંહ જાડેજા, રાપર બચુભાઇ અરેઠીયાની નિયુકતી કરાઇ છે. તથા અન્ય સમિતિઓમાં પણ વિવિધ કચ્છ કોંગ્રેસ પક્ષના આગેવાનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મીડિયા કોઓર્ડીનેટર તરીકે સિનિયર પ્રવકતા અને લઘુમતિ આગેવાન પૂર્વ નગરસેવક ગનીભાઇ કુંભારની ઉપરાંત ઘનશ્યામસિંહ ભાટીની પ્રવકતા તરીકે નિમણૂંક કરવામાં આવી છે. દરમ્યાન પાંખ સેલના મુખ્ય ઇન્ચાર્જ તરીકે રફીક મારા તથા સમગ્ર સંકલન માટે રામદેવસિંહ જાડેજા, ચેતન લક્ષ્મીશંકર જોશી, ધીરજ ગરવા અને અંજલી ગોરને નિયુક્ત કરાયા છે. તો વરિષ્ઠ સલાહકાર અને સલાહકાર સમિતિ તથા પ્રચાર સમિતિ પણ રચાઇ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang