• શનિવાર, 20 એપ્રિલ, 2024

તમામ મોરચાને કામે લાગવા હાકલ

ભુજ, તા. 2 : લોકસભા ચૂંટણી કચ્છ જિલ્લામાં 7મી મેના યોજવાની છે ત્યારે કચ્છ જિલ્લા ભાજપ ફુલ એકશન મોડમાં આવી ગયો છે. આયોજનબદ્ધ રીતે  પ્રચાર ઝુંબેશ કરવાના હેતુથી કચ્છ કમલમ્ ખાતે જિલ્લા અધ્યક્ષ દેવજીભાઇ વરચંદના અધ્યક્ષસ્થાને તમામ મોરચાની સંયુકત બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં લોકસભા સીટના ઇન્ચાર્જ ઉપેન્દ્રભાઇ ઉપાધ્યાયે આગામી કાર્યક્રમો વિશે માહિતી આપી હતી. અધ્યક્ષસ્થાનેથી બોલતા દેવજીભાઇ વરચંદે તમામ મોરચાંઓને પોતપોતાનાં ક્ષેત્રમાં કામે લાગી જઇ પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવતા તમામ કાર્યક્રમોને પાર પાડવા જણાવ્યું હતું. આગામી દિવસોમાં તમામ મંડલોમાં દરેક મોરચાની બેઠકો યોજી આગામી આયોજન કરવા જણાવ્યું હતું. બેઠકમાં યુવા મોરચાના તાપસભાઇ શાહ,  હિતેશ પટેલ, અનુસૂચિત જાતિ મોરચાના અશોકભાઇ હાથી, રવિભાઇ ગરવા, પ્રેમજીભાઇ મંગેરિયા, મહિલા મોરચાના ગોદાવરીબેન ઠક્કર, હસ્મિતાબેન ગોર, હેતલબેન મેહતા, કિસાન મોરચાના પરસોત્તમભાઇ વાસાણી, બાબુભાઇ આહીર,  લાલજીભાઇ વાઘાણી,  બક્ષીપંચ મોરચાના  માવજીભાઈ ગુંસાઈ, વિરમભાઈ આહીર, લઘુમતી મોરચાના આમદભાઇ જત વગેરે ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવી તેમજ સહઇન્ચાર્જ ચેતનભાઇ કતિરાની  સંયુકત યાદીમાં જણાવાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang