• શનિવાર, 20 એપ્રિલ, 2024

આજે પત્રકારત્વ કોર્સના પ્રથમ બેચના છાત્રોને સર્ટિ. વિતરણ

ભુજ, તા. 2 : કચ્છના લોકપ્રિય અખબાર કચ્છમિત્રની મોભી સંસ્થા સૌરાષ્ટ્ર ટ્રસ્ટ અને ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા ગત વર્ષે શરૂ કરવામાં આવેલા પત્રકારત્વના કોર્સના પ્રથમ બેચના સફળ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણનો સમારોહ આવતીકાલે બુધવારે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ તેમજ સૌરાષ્ટ્રના મેનાજિંગ ટ્રસ્ટીની ઉપસ્થિતિમાં યોજાશે. છેવાડાના કચ્છ જિલ્લામાં પત્રકારત્વનું પદ્ધતિસરનું જ્ઞાન મળે એવા શુભ હેતુથી સૌરાષ્ટ્ર ટ્રસ્ટના રૂા. 50 લાખના અનુદાનથી આરંભવામાં આવેલા `સર્ટિફિકેટ ઇન જર્નાલિઝમ કોર્સ'નો પ્રથમ બેચ ગત જાન્યુઆરી મહિનામાં પૂર્ણ થયો હતો અને પરીક્ષા લેવાયા પછી ફેબ્રુઆરીમાં પરિણામ જાહેર થયું હતું. હવે પ્રમાણપત્ર વિતરણ સમારોહ આવતીકાલે તા.ત્રીજી એપ્રિલના બુધવારે સાંજે ચાર વાગ્યે કચ્છ યુનિવર્સિટીના કોર્ટ હોલમાં યોજાશે. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાનારા વિશેષ કાર્યક્રમમાં અતિથિપદે સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનાજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયા ખાસ ઉપસ્થિત રહેશે. સાથે શહેરના શિક્ષણપ્રેમીઓ, પત્રકારો, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ વર્તમાન અને પૂર્વ પત્રકારત્વ કોર્સના વિદ્યાર્થીમિત્રો ઉપસ્થિત રહેશે. સમારોહમાં કચ્છ યુનિવર્સિટીના કુલસચિવ અનિલભાઈ ગોર, ગુજરાતી વિભાગના અધ્યક્ષા-પૂર્વ . કુલપતિ અને પત્રકારત્વ કોર્સના વડા ડો. દર્શનાબેન ધોળકિયા, કચ્છમિત્રના તંત્રી દીપકભાઈ માંકડ, મેનેજર મુકેશભાઇ ધોળકિયા સહિત વિવિધ મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે. રસ ધરાવતા હોય તેમને ઈજન અપાયું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang