• મંગળવાર, 25 જૂન, 2024

મુંદરામાં અલચગચ્છ દ્વારા શીતલનાથ જિનાલયની પાંચમી વર્ષગાંઠ ઊજવાઇ

મુંદરા, તા. 25 : મુંદરા અચલગચ્છ જૈનસંઘ સંચાલિત શીતલનાથ જિનાલયની પાંચમી વર્ષગાંઠ સાધ્વી દિવ્યદર્શિતાશ્રીજી મ.સા. આદિઠાણા-13ની નિશ્રા તથા ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં ઊજવાઇ હતી. પ્રભાતિયા, સ્નાત્રપૂજા, સત્તરભેદી પૂજા સાથે ધ્વજારોહણ મહોત્સવનો પ્રારંભ થયો હતો. મુખ્ય ધજાના લાભાર્થી સવિતાબેન કાંતિલાલ મોરખિયા હસ્તે સુરેખાબેન દિનેશભાઇ મોરખિયા પરિવારે લાભ લીધો હતો. પરિવાર દ્વારા મુંદરા પાંજરાપોળને એક ગાડી લીલોચારો તથા જૈન યુવક મંડળને જીવદયાનાં કાર્યો માટે રૂા. 11 હજાર, ગૌસેવા ટ્રસ્ટને ગાયો માટે એક ગાડી લીલોચારો એક અઠવાડિયા સુધી અપાશે તથા જનસેવાનાં માધ્યમથી ગરીબોની વસાહતમાં બાળકોને ભોજન પીરસવામાં આવ્યા હતા અને આવતા વર્ષના ત્રણે શિખરના ધ્વજાના ચડાવા લીધા હતા. સમસ્ત જૈનસંઘે તેમની અનુમોદના કરી હતી.સંભવનાથ ભગવાનની ધજાનો લાભ ચંદનબેન ચૂનીલાલભાઇ જયચંદ વોરા પરિવાર, પાર્શ્વનાથ ભગવાનની ધજાનો લાભ સ્વ. સોનલ અરવિંદ સંઘવીના સ્મરણાર્થે હસ્તે ચંદનબેન નાનાલાલ મોતીચંદ સંઘવી પરિવારે લાભ લીધો હતો. વિધિવિધાન તથા સંગીતકાર મુંબઇના સુરેશભાઇ સોની પાર્ટીએ કરાવ્યા હતા. કચ્છ તથા મુંબઇથી ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતાં શમિયાણો નાનો પડયો હતો. ત્રણે ગચ્છના સ્વામીવાત્સલ્યનો લાભ પુષ્પાબેન કેશવલાલ ધનજી સંઘવી પરિવાર (મુંદરા-હૈદરાબાદ)એ લીધો હતો. સંઘના?ટ્રસ્ટીઓ અરવિંદભાઇ સંઘવી, મહેશભાઇ સંઘવી, પંકજભાઇ સંઘવી, રાજ સંઘવી, અશોકભાઇ સંઘવી, શશિકાંતભાઇ સુખિયા, તપગચ્છ જૈન સંઘના પ્રમુખ વિનોદભાઇ ફોફળિયા, હરેશ મહેતા, રિતેશ પરીખ, ભરત મહેતા, દીપકભાઇ?શાહ, પપ્પુ વોરા, પંકજભાઇ સંઘવી, દિનેશભાઇ શાહ, બિપિન મહેતા, વિમલ મહેતા, મહેન્દ્ર મહેતા, સંપત મહેતા, સુરેશ?મહેતા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. હૈદરાબાદના પ્રદીપભાઇ?સંઘવીનો સહયોગ રહ્યો હતો એમ અગ્રણી વિનોદ મહેતાની યાદીમાં જણાવાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang