• શનિવાર, 20 એપ્રિલ, 2024

નલિયામાં પારો ગગડી 8.8 ડિગ્રીના એકલ આંકમાં પહોંચ્યો

ભુજ, તા. 23 : કચ્છના તાપમાનમાં નાટકીય ઉતાર ચડાવનો દોર જારી રહ્યો છે. દિવસે અનુભવાતા ગરમીના માહોલ વચ્ચે શિયાળો વિદાય લેતાં પૂર્વે પોતાની હાજરી પૂરાવી રહ્યો છે. કચ્છી કાશ્મીર એવા નલિયામાં એક દિવસમાં લઘુત્તમ પારો 9 ડિગ્રી ગગડી 8.8  ડિગ્રીના એકલ  આંકમાં પહોંચતાં વિશેષ રીતે સવારના ભાગે ઠંડકની અનુભૂતિ થઈ હતી. હવામાન વિભાગે બે દિવસ સુધી માહોલ યથાવત્ રહ્યા બાદ ફરી એકવાર તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઊંચકાય તેવી સંભાવના દેખાડી છે. નલિયા સહિત પશ્ચિમ કચ્છના લોકોને સવારના સમયે ગરમ કપડાં પહેરવાની ફરજ પડી હતી, તો જિલ્લામથક ભુજમાં પણ ત્રણ ડિગ્રીના ઘટાડા સાથે તાપમાન 1.1 ડિગ્રીએ પહોંચતાં વાતાવરણમાં વિષમતા જોવા મળી હતી. કંડલા એરપોર્ટમાં 14.7 અને કંડલા પોર્ટમાં 16. ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું તેની સામે મહત્તમ પારો ચારેય કેન્દ્રમાં 30-31 ડિગ્રી નોંધાતાં બપોરનો માહોલ થોડો ઊકળાટભર્યો રહ્યો હતો. છેલ્લા બે દિવસથી ભેજનું પ્રમાણ 80થી 90 ટકા જેટલું નોંધાતું હતું. જે ઉલ્લેખનીય રીતે ઘટીને 39 ટકાએ પહોંચી ગયું હતું. પવનની ઝડપમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. હવામાન નિષ્ણાતોના મતાનુસાર સક્રિય પશ્ચિમી વિક્ષોભની અસર તળે વાતાવરણ પલટો મારી શકે છે. જો કે, હવામાન વિભાગના પાંચ દિવસના વર્તારામાં આવી કોઈ શક્યતા દેખાડાઈ નથી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang