• શનિવાર, 20 એપ્રિલ, 2024

નાનકડું રાપર ગઢવાળી ગામ રોશનીથી ઝળક્યું

મનોજ સોની દ્વારા : કોઠારા (તા. અબડાસા), તા. 23 : અબડાસાના રાપર ગઢવાળી ગામે ચાલતા ગોડિયા પાર્શ્વનાથજી જિનાલયમાં આજે બીજા દિવસે અચલ ગચ્છાધિપતિ કલાપ્રભસૂરિસાગરજી .સા, વિજય યોગતિલકસૂરિશ્વરજી .સા., ફૂલચંદ્ર .સા., ભાગ્યોદયસાગરજી .સા.ની નિશ્રામાં વિવિધ કાર્યકમો યોજાયા હતા. સવારે જિનાલયની અંદર  18 અભિષેક, ધ્વજદંડ, કળશ અભિષેક, મહાપૂજા,  બપોરના પ્રવચન, સાંજે દાતા અને કાર્યકરોનાં બહુમાન યોજાયાં હતાં, તો રાતે રોશનીથી આખા ડોમને  શણગારવવામાં આવ્યો હતો. રાત્રે દૂસરી બાજુનાં વીર નિર્માણને અનુલક્ષીને એક અનોખી જીવંત દૃશ્યાવલિ રજૂ કરવામાં આવી હતી. મહા મહોત્સવમાં ... જૈન સમાજના ભાઈ-બહેનો ગામેગામથી ઊમટી પડ્યા હતા, તો મહોત્સવમાં માણેક સ્વાગત કક્ષ, નરક નીજાર કક્ષ બનાવવામાં આવ્યા છે, જેમાં વ્યસનમુક્ત થવું અને સારાં કામો કરવાની માહિતી આપવામાં આવે છે. માણસને હંમેશાં સત્ય કર્મો કરવાં જોઈએ વિશેનું ચરિત્ર મુંબઈથી 50થી વધુ કલાકારો દ્વારા બતાવવમાં આવે છે, જે શાળાનાં બાળકો, ભાઈ-બહેનો સહિત નિહાળી રહ્યા છે, તો ફોટો ગેલેરી, પુસ્તક પરબના સ્ટોલ, અહી ઊભા કરવામાં આવેલા ડોમને  કેશવજી નાયક ફળિયું, નરશી નાથા જેવાં નામ આપવામાં આવ્યાં છે. મહેમાનોને આવા-જવા માટે ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી હતી.  ... સમસ્ત મહાજનના નિશિથભાઈ દંડ, કીર્તિ ધરમશી, પ્રવીણ લોડયા, મૂલચંદ મોતા, ચંદ્રેશ છેડા, કચ્છ એકમ સંસ્થાના પ્રમુખ મહેશ લાલકા, લહેરચંદ ખોના, ઉપપ્રમુખો અરાવિંદ લોડાયા, પ્રબોધ મુનવર, શાંતિ જિન જૈન જાગૃતિ ગ્રુપના જયેશ જૈન, ગાવિંદજી પટેલ, કિરણ દંડ, સાધવનાં પ્રમુખ શામજી દંડ, કોઠારાના હેમંત અજાણી, ગુલાબ દંડ,  તેરાના કુમાર દંડ, નલિયાના લિતેશ ખોના, લિનેશ નાગડા, ખુશાલ ધરમશી, નીતિન ધરમશી, ચેતન મોતા, મહેન્દ્ર ગડા, રમેશ મોતા, માંડવીના મયૂરભાઈ શાહ, લાભાર્થી પરિવાર માતૃશ્રી તારાબેન માણેકજી મોતા પરિવારના મુખ્ય દાતા હિતેશભાઈ મોતા, કલ્પેશભાઈ  મોતા, નીલેશભાઈ મોતા, નિશાબેન મોતા, હિનાબેન મોતા, ઉષાબેન મોતા અને સમસ્ત પરિવાર  ઉપસ્થિતિ રહ્યો હતો. સમગ્ર વ્યવસ્થા અંકિત વોરા, સુરેશ સાવલા અને શ્રેયાસ આકોલિયા સંભાળી રહ્યા છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang