• શનિવાર, 20 એપ્રિલ, 2024

જીવદયા-માનવસેવાનાં કાર્યો જૈન સમાજ કરે છે

કોડાય, તા. 22 : મોટી રાયણ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, કચ્છ મોટી રાયણ મુંબઈ મહાજન અને કચ્છ રાયણ જૈન મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે ચંદ્રપ્રભસ્વામી જિનાલયની 125મી વર્ષગાંઠ ત્રિહાહ્નિકા મહોત્સવ સાથે ઊજવાઇ હતી. પ્રથમ દિવસે કુંભ સ્થાપના તેમજ વિવિધ પૂજનનું આયોજન કરાયું હતું, જ્યારે બીજા દિવસે પરમાત્માની  રથયાત્રા અને 18 અભિષેક પૂજન તેમજ સાંજે કુમારપાળ મહારાજની મહાઆરતી યોજાઈ હતી. તૃતીય દિવસે પ્રભુજીનાં પોંખણા,  પરમાત્માની પુન: પ્રતિષ્ઠા અને 125મું ધ્વજારોહણ ભક્તિભાવપૂર્વક કરાયા હતા. અચલ ગચ્છાધિપતિ આચાર્ય કલાપ્રભસાગરજી મહારાજના આશીર્વાદથી પ્રારંભ થયો, સાથે અનેક સાધ્વીજીએ ત્રિહાહ્નિકા મહોત્સવ પ્રસંગે ઉપાધ્યાય પૂર્ણભદ્રસાગરજી .સા. ઉપસ્થિત શ્રાવકોને ધર્મમય જીવન જીવવા અને ઐતિહાસિક રાયણ ગામે સવાસો વર્ષ જૂનું જિનાલય જિનશાસન માટે પ્રેરણારૂપ બની રહ્યું હોવાનું જણાવ્યું હતું. ધાર્મિક કાર્યક્રમો દ્વારા જીવદયા, અનુકંપા અને માનવસેવાનાં વિવિધ કાર્યો જૈન સમાજ દ્વારા થાય છે, જેમાં સહભાગી બની પોતાનું જીવન પુણ્ય બનાવવા માટે હાકલ કરી હતી.  ઉપસ્થિત કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ નવનીત પરિવાર અને પૂર્વ રાજ્યમંત્રી સ્વ. શ્રી છેડાને યાદ કરી કુદરતી આપદાઓ વખતે હરહંમેશ સેવાકીય કાર્યો, શિક્ષણ અને આરોગ્યલક્ષી કાર્યો માટે નવનીત પરિવાર તત્પર રહ્યો છે. રાયણ સંઘના મહામંત્રી દીપકભાઈ ગડાએ  જણાવ્યું કે, રાયણ જિનાલયની ધજાનો અવસર ખાસ બની રહ્યો છે, જેમાં પ્રભુજીના પુન: પ્રતિષ્ઠા મહોત્સવમાં કચ્છ અને મુંબઈથી બહોળા સાધર્મિકો જોડાયા હતા. મહોત્સવનો પ્રારંભ અચલ ગચ્છાધિપતિ આચાર્ય કલાપ્રભસાગરજી .સા.ની નિશ્રામાં થયો હતો. દરમિયાન મહેંદી રસમ, ભક્તિ ભાવના, વિવિધ અનુષ્ઠાન, કુમારપાળ મહારાજાની આરતી, પરમાત્માનો વરઘોડો ગામમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પ્રસંગે નવનીત પરિવારના મોભી બિપિન ગાલા, અનિલ ગાલા, .વી.. મહાજનના પ્રમુખ જિગર છેડા, પ્રદેશ કિસાન મોરચાના મંત્રી રાણશી ગઢવી, સરપંચ મંજુલાબેન મહેશ્વરી, સંઘનાના પ્રમુખ સેવંતીકુમાર ગડા, ઉપપ્રમુખ તલકચંદ દેઢિયા, વસંતલાલ ગડા, પ્રશાંત ગડા, કાંતિલાલ ગડા, નીતિનભાઈ રાંભિયા, જયંત ફુરિયા, દેવચંદ ગડા, રાજેશ શાહ, ભરત શાહ, મૂલચંદ ગાલા, વિપુલ રાંભિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિધિકાર તરીકે નરેન્દ્રભાઈ નંદુ રહ્યા હતા.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang