• શનિવાર, 20 એપ્રિલ, 2024

આજે ન્યાયતંત્રને પ્રામાણિક પ્રતિબદ્ધતાની જરૂર

ભુજ, તા. 22 : આજે ન્યાયતંત્રને તેના પ્રત્યેક હિતધારક પાસેથી ન્યાયિક પ્રક્રિયામાં પ્રામાણિક પ્રતિબદ્ધતાની આશા અને જરૂર છે તેવા વિચાર કર્ણાટકના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે પદભાર સંભાળવા પહેલાં મૂળ કચ્છના એવા વરિષ્ઠ ન્યાયમૂર્તિ નિલય અંજારિયાએ વ્યક્ત કર્યા હતા. વરિષ્ઠ ધારાશાત્રીઓ, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલની ઉપસ્થિતિ વચ્ચે જસ્ટિસ અંજારિયાને વિદાયમાન અપાયું હતું. ગુજરાત હાઈકોર્ટમાંથી વિદાય લેવાની વેળાએ ભાવુક બનીને માંડવીથી અમદાવાદ સુધીની સફરની વાત કરતાં તેમણે પોતાની કારકિર્દી તેમજ વ્યક્તિત્વના ઘડતરમાં યોગદાન  આપનાર પ્રત્યેક વરિષ્ઠ ન્યાયાધીશો, સાથીઓનું સ્મરણ કર્યું હતું. મૂળ કચ્છનાં ગૌરવ એવા જસ્ટિસ નિલય અંજારિયાએ કહ્યું હતું કે, યોગાનુયોગ મને રિસર્ચ ફેલોશિપ જસ્ટિસ વેંકટ ચેલૈયા પાસેથી મળી જે કર્ણાટકમાંથી આવે છે. મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલે ન્યાયમૂર્તિ શ્રી અંજારિયાનાં પ્રદાનને પોંખતાં નવી ઈનિંગ્સમાં પણ જ્વલંત સફળતાની શુભેચ્છા આપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang