• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

ખડીર-પ્રાંથળમાં જીરું વાવનારા ખેડૂતો પર ચિંતાનાં વાદળ

બાલાસર (તા. રાપર), તા. 12 : કુદરત રીઝે તો ન્યાલ કરી દે અને રૂઠે તો બરબાદ... ગત વર્ષે જીરાના ભાવ ખૂબ ઊંચા હોવાથી વર્ષે વાગડના ખડીર અને પ્રાંથળ પંથકમાં 90 ટકા ખેડૂતો જેમાં અમુકે તો ઘરેણાં વ્યાજે મૂકી કરજ કરી જીરાનું વાવેતર કર્યું છે, પરંતુ થોડા દિ'થી વાતાવરણમાં ઠારરૂપી પલટો આવતાં જીરાના પાકમાં સાસિયા, ગરા જેવા રોગે દેખા દેતાં જગતના તાત પર ચિંતાનાં વાદળ ઘેરાયાં છે. કચ્છમાં જીરુંના પાક માટે કાયમ જાણીતા પ્રદેશોમાં વાગડના ખડીર અને પ્રાંથળ છે. દિવાળી આસપાસ રવી પાકની મોસમ શરૂ?થતાં વિસ્તારના 90 ટકા ખેડૂતોએ જીરુંનું વાવેતર કર્યું હતું. ગત વર્ષે જીરાના ભાવ ઊંચા હતા જેને લઇને ખેડૂતોએ જીરા પર પસંદગી ઉતારી હતી. અનેક ખેડૂતોએ તો કરજ લઇને જીરાનું વાવેતર કર્યું છે. ખડીરના અમરાપર, ગણેશપર, રતનપર, બાંભણકા, ગઢડા ઉપરાંત અન્ય ગામો જીરું માટે પ્રખ્યાત છે. ગેડી વિસ્તારમાં પણ જીરું તો સારો પાક છે. ઊંઝાની બજારમાં ખાસ કરીને ખડીર અને પ્રાંથળ વિસ્તારના જીરુંના ભાવ સારા મળે છે. હજુ સપ્તાહ પૂર્વે ચોમેર ખેતરોમાં લીલાછમ જીરાનો પાક લહેરાઇ રહ્યો હતો, પરંતુ છેલ્લા પાંચ-?દિવસથી વાતાવરણમાં ઠારરૂપી પલટો આવતાં જીરામાં સાસિયા અને ગરા જેવા રોગે દેખા દેતાં ખેડૂતો પર ચિંતાનાં વાદળ ઘેરાયાં છે. બીજી તરફ વર્ષે જીરાના ભાવ પણ ગત વર્ષની તુલનાએ ઓછા છે. કરજ કરીને જીરુંનું વાવેતર કરી, મોંઘા ભાવનાં બીજ-ખાતર-દવાનો ખર્ચ કરી પાકને ઉછેર્યા બાદ એકાએક સાસિયા, ગરા જેવો રોગ પાકમાં દેખાતાં પાંચ હજાર રૂપિયાના ભાવવાળી દવા બજારમાંથી લઇ ખેડૂતોએ  છંટકાવ શરૂ?કર્યો છે અને દવાના છંટકાવથી જીરું બચી જાય એવી ખેડૂતો ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યાનું ખેડૂતો પાસેથી જાણવા મળ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang