• શનિવાર, 27 જુલાઈ, 2024

કુપોષિત બાળકોને પોષિત કરવાના પ્રોજેક્ટને બળ અપાશે

ભુજ, તા. 12 : સેવાકીય કાર્યોને વરેલાં ભુજ જાયન્ટસ ગ્રુપ દ્વારા કુપોષિત બાળકોને સુપોષિત કરવાનો નિર્ધાર નવા હોદ્દારોએ શપથવિધિ સમારોહમાં વ્યક્ત કર્યો હતો.  નવનિયુક્ત પ્રમુખ તથા બોર્ડ ઓફ ડાયરેકટર્સનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. જેમાં દિપ પ્રાગટય સમારોહ અધ્યક્ષ વિનેદ ચૌહાણ તથા અતિથિ વિશેષ માટે બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ આશિષ ત્રવાડી તેમજ ભુજ ગ્રુપનાં હોદ્દારોએ કર્યું હતું. સ્વાગત પ્રવચનમાં પ્રમુખો સંસ્થા દ્વારા થયેલા વાર્ષિક વિવિધ તબીબી, શિક્ષણ, માનવસેવા, પશુસેવા અંદાજીત ખર્ચની વિગતો આપી હતી. જેમાં 19 લાખનો ખર્ચ માત્ર ગ્રુપના સભ્યોના દાનથી થયાનું જણાવ્યું હતું. ફેડરેશન ફાઉન્ડેશન 3બીના હોદ્દારો તરીકે નિયુક્ત થઇ હતી. ભુજ ગ્રુપને ગૌરવ આપવનારા સેન્ટ્રલ કમિટી સભ્ય નિષદ મહેતા, સ્પેશિયલ કમિટી સભ્ય શાંતિભાઇ પટેલ, ઉપપ્રમુખ મધુકાંત આચાર્ય, યુ.ડી. હેમંત ઠક્કર, પર્યાવરણ ઓફિસર જયસિંહ પરમાર વિગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ફેડરેશન પૂર્વ પ્રમુખ ચંદ્રકાંત મોતા, કો-ઓર્ડીનેટર યોગેશ ત્રિવેદી, મલય સ્મૃતિ ગ્રુપનાં પ્રમુખ ભાવિનીબેન ત્રિપાઠી, માંડવી ગ્રુપના હર્ષ ત્રિવેદી, યોગેશ ભટ્ટ, સિનિયર સભ્યો લક્ષ્મણ માવાણી, પ્રભુ માકાણી, ડો. વી.ડી. પટેલ, ડો. દેવેન્દ્ર પરમારે હાજરી આપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang