મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 12 : આવનારી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને નરેન્દ્ર મોદી વિચાર મંચના હોદ્દેદારો અને કાર્યકર્તાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા અને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા તથા 2024માં વડાપ્રધાન નરેન્દ્રભાઇ બને તે માટે મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્યની ઉપસ્થિતિમાં કચ્છમાં બેઠક યોજાઇ હતી. એડ. મગનભાઇ રાજીયાભાઇ ગઢવી, પ્રદેશમંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા અધ્યક્ષ ધારાશાત્રી વસંતદાન ગઢવી, જયેન્દ્રસિંહ વાઘેલા, રાણુભા સોઢા, મુકેશ ત્રિવેદી, અનિરુદ્ધસિંહભાઇ, કનકભાઇ તેમજ રાજેન્દ્રસિંહ, જયદ્રત રેઢ, મિલન સુરતાણિયા, હિતેશભાઇ, સાગર ઠક્કર તેમજ તાલુકામાંથી આવેલા વિચાર મંચના કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. સંચાલન નરેન્દ્રસિંહ સોઢાએ કર્યું હતું. રવિ ચાણક્યે કાર્યકર્તા સાથે સંત શિવરાજ ભગત બાપુની વાડીએ, અંબેધામ, આઇ સોનલમાં અને આઇ?આશાપુરા માનાં દર્શન કર્યા હતા.