• શનિવાર, 24 ફેબ્રુઆરી, 2024

છેવાડાના દીનદુખિયા સુધી પહોંચવું એ ઉત્તમ માનવસેવા

મુંદરા, તા. 12 : જનસેવા સંસ્થા દ્વારા જૂનાં કપડાં, રમકડાં તેમજ જીવન વપરાશની વિવિધ વસ્તુઓ દાતાઓ પાસેથી પ્રાપ્ત કરી જરૂરતમંદ લોકો સુધી પહોંચતી કરાય છે. અદાણી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહના માર્ગદર્શનથી અદાણી ફાઉન્ડેશન અને અદાણી પબ્લિક સ્કૂલના સહયોગથી 50,000 જેટલાં જૂનાં કપડાં, રમકડાં, પગરખાં તેમજ જીવન વપરાશની વિવિધ સામગ્રીઓ મુંદરાની જન સેવાને સુપ્રત કરાઇ હતી. સેવાકીય પ્રવૃત્તિના પ્રારંભે અદાણી પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ પારસભાઈ મહેતા ગરીબ વસાહત પહોંચ્યા હતા અને જનસેવા સાથે રહી જરૂરતમંદ લોકોને કપડાં, બાળકો માટે રમકડાં, પગરખાં, ભોજન માટેની પ્લેટોનું વિતરણ કરાયું હતું. અદાણી પબ્લિક સ્કૂલના કો-ઓર્ડિનેટર પરિમલ પરમાર, હિતેશ ઠક્કર, પ્રીતિબેન શર્મા, અદાણી ગ્રુપના મીડિયા વિભાગના રમેશ આયડી ઉપસ્થિત રહ્યા હતા. અદાણી ફાઉન્ડેશનના હેડ કો-ઓર્ડિનેટર પારસભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, છેવાડાના દિનદુખિયા લોકો સુધી પહોંચી સેવા કરવી સૌથી ઉત્તમ છે. અદાણી પબ્લિક સ્કૂલના આચાર્ય ડો. મયૂર પાટડિયાએ જણાવ્યું કે, સ્કૂલના 2000 જેટલા છાત્રોએ 15 દિવસ સુધી બધી સામગ્રી શાંતિવન કોલોનીમાંથી એકત્રિત કરી સેવાયજ્ઞ કર્યો હતો. છાત્રોમાં મૂલ્યવર્ધક શિક્ષણની પ્રાપ્તિ થાય અને સહિષ્ણુતાનો ભાવ આવે માટે સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરાઈ હતી. જનસેવાના રાજ સંઘવીએ ઉપસ્થિત મહેમાનોને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. સેવાકીય પ્રવૃત્તિમાં જનસેવાના ભગીરથાસિંહ ઝાલા, કપિલ ચોપડા, દેવજી જોગી, કાનાભાઈ, અસલમ માંજોઠી અને ભીમજી જોગી સહયોગ આપી રહ્યા છે.

Youtube Live

Budget 2024 LIVE

Panchang