• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

કચ્છમાં `ઓન વ્હીલ શિક્ષણ'નાં પૈડાં થંભેલાં છે

હેમંત ચાવડા દ્વારા : ભુજ, તા. 11 : ગુજરાત  વિધાનસભામાં થોડા દિવસ પહેલાં શિક્ષણમંત્રી ડો. કુબેર ડીંડોરે રાજ્યમાં સુરેન્દ્રનગર, પાટણ, મોરબી અને કચ્છમાં સરકાર દ્વારા અગરિયાઓના બાળકોને શિક્ષણ પૂરું પાડવા `ઓન વ્હીલ શિક્ષણ' પ્રોજેકટ ચાલુ હોવાનો દાવો કર્યો હતો, પરંતુ ચોંકાવનારી હકીકત છે કે, કચ્છના ભચાઉમાં ત્રણ અને અંજાર તાલુકામાં બે બસ ફાળવાઈ છે ખરી, પરંતુ પાંચ પૈકી એક પણ બસ છેલ્લા બે વર્ષથી ચાલુ હાલતમાં હોવાથી શિક્ષણ ઠપ પડયું છે. જાણકારોના મતે બસ ગત કોરોના કાળથી ભંગાર હાલતમાં ફેરવાઈ ગઈ છે, જેની મરંમત માટે તાલુકાથી જિલ્લા અને ત્યાંથી રાજ્યકક્ષાએ અનેક વખત રજૂઆતો કરાઈ હોવા છતાં ગાંધીનગર કક્ષાએથી કોઈ પ્રત્યુત્તર મળતો હોવાથી મીઠાના અગરોમાં કામ કરતા મજૂરોના બાળકો શિક્ષણથી વંચિત હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. પ્રોજેક્ટ હેઠળ સરકાર દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બિનઉપયોગી બસોને નવીન બનાવી તેમાં ફ્લોરિંગ, ગ્રીન સોલાર સિસ્ટમ, એલ..ડી. ક્રીન, ઇન્ટરનેટ, લાઈટ, પંખા, બ્લેક બોર્ડ, સ્ટેશનરી તેમજ ભોજન સહિતની સુવિધા સાથે દરિયા કિનારે મીઠાના કામ અગરિયાઓના બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, જેથી કામ અર્થે વારંવાર સ્થળાંતર કરતા વાલીઓના બાળકો શિક્ષણથી વંચિત રહે. પરંતુ ખાટલે મોટી ખોટ કે, આવા મહત્ત્વના પ્રોજેકટોમાં વહીવટી આંટીઘૂંટીના કારણે અનેક જરૂરી કામોને મંજૂરી આપવામાં લાંબો સમય નીકળી જતો હોય છે, જેની અસર બાળકોના શિક્ષણ પર પડતી  હોય છે. જાણકારો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ભચાઉ ખાતે ફાળવાયેલી ત્રણ બસ ભંગાર હાલતમાં પડી છે, અગાઉ તેમાં અંદાજે 40 બાળકોને અભ્યાસ કરાવાતો હતો, છેલ્લા બે વર્ષથી બસો બંધ હાલતમાં હોવાથી હાલ ભચાઉના ઉન્નતિ ફાઉન્ડેશન દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી બાળકોને અભ્યાસ કરાવાય છે. હંગામી શાળામાં તાલુકાના જંગી તેમજ આસપાસના ગામડાના તેમજ છેક રાધનપુરથી આવતા અગરિયાઓના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આવી પરિસ્થિતિ અંજાર તા.માં પ્રવર્તે છે. બસ રિપેરીંગ માટે દરખાસ્ત કરાઇ છે. હાલે તેના પૈડાં થંભી ગયાં છે. અધુરામાં પૂરું બાળકોના અભ્યાસ માટે સરકાર દ્વારા ગ્રેજ્યુએટ બાળમિત્રની નિમણૂક કરવામાં આવે છે, પરંતુ તેમને માત્ર આઠ હજાર જેટલો પગાર નક્કી કરાયો હોવાથી ઓછા પગારે કોઈ આવવા તૈયાર હોવાનુંયે જાણવા મળી રહ્યું છે. બીજી તરફ ભદ્રેશ્વરની યુસુફ મહેરઅલી સેન્ટર નામની સંસ્થા દ્વારા સરકારી સહાયની કોઈપણ આશા વિના વર્ષ 2001થી દાતાઓના સહયોગે અગરિયાઓના બાળકોને શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું હોવાનું સંસ્થાના ધર્મેન્દ્રભાઈએ જણાવ્યું હતું. કડોલમાં માનસી સંસ્થા દ્વારા સાગર શાળા કાર્યરત હોવાનું સંસ્થા સાથે જોડાયેલા લીલાધર ગડા `અધા' જણાવ્યું હતું. દરમ્યાન અંગે ડિસ્ટ્રીકટ પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, બસો  જૂની થઈ ગઈ હોવાથી ગાંધીનગર કક્ષાએ લેખિતમાં માંગ કરાઈ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, બંને તાલુકામાં અંદાજે 100 જેટલા બાળકો શિક્ષણનો લાભ લેતા હતા, તો બાળકોની નજીકની શાળાઓમાં એકમ કસોટી સહિતની પરીક્ષાઓ 5 લેવામાં આવે છે. વળી આવા બાળકો માટે વંડી, સંઘડ અને મીંદિયાળામાં હોસ્ટેલનીયે સુવિધા ઉપલબ્ધ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang