• શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2023

માંડવી કાંઠે જાગૃતિ સફાઈ અભિયાન યોજાયું

કોડાય?(તા. માંડવી) તા. 30 : ભારત જી-20 પ્રેસિડેન્સી હેઠળ બીચ કલીન અપ પ્રોગ્રામ એક પૃથ્વી એક પરિવાર એક ભવિષ્ય અંતર્ગત ગુજરાત ઈન્સ્ટિટયૂટ ઓફ ડેઝર્ટ ઈકોલોજી દ્વારા માંડવી બીચ ખાતે જાગૃતિ અને બીચ સફાઈ અભિયાન યોજાયું હતું. દરિયાઈ ગંદકીની સમસ્યા અને મહાસાગરોના ટકાઉ વિકાસ તરફ સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ધ્યાન દોરવા માટે જાગૃતિ અભિયાનના ભાગરૂપે વિદ્યાર્થીઓ સાથે કાર્યક્રમ યોજાયો હતો. ડો. દુર્ગાપ્રસાદએ ચાર વર્ષથી નેચર અને બીચ અભિયાનનો કાર્યક્રમ સંસ્થા દ્વારા કરવામાં આવે છે, કુદરત અને તેની સંપાદનું ધ્યાન જાગૃત થઈ સૌને રાખવું પડશે અને આ અભિયાનમાં સૌ સહભાગી બને તેવી અપીલ તેમણે કરી હતી. સંસ્થાના ડાયરેકટર ડો. આર. વિજયકુમારે ગુજરાત ઈન્સ્ટિટયૂટ ઓફ ડેઝર્ટ ઈકોલોજી દ્વારા કુદરતની જાળવણી માટેના આ કાર્યક્રમો યોજાતા રહેશે. ડો. પ્રભાદેવીએ સંસ્થા દ્વારા કરાતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે સૌને વાકેફ કર્યા હતા. સિક્યોર નેચર સંસ્થાના ધાર્મિકભાઈ, મિલનભાઈ, હિરેનભાઈ, યશ બાપટ, દર્શના ગઢવી, પાયલ જોષી તેમજ કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, કાર્યકરો સફાઈ અભિયાનમાં જોડાયા હતા. સંચાલન પલ્લવીબેન જોષી (કોડાય) તથા આભારવિધિ ડો. દુર્ગાપ્રસાદએ કરી હતી.

Janmadin Vishesh Purti

Panchang