મુંબઈ, તા. 28 : મહારાષ્ટ્રના ઉપમુખ્ય પ્રધાન
અજિત પવારના આકસ્મિક નિધનથી હતપ્રત થઇ ગયેલા રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે
કહ્યું હતું કે, મેં એક દિલદાર મિત્ર ગુમાવ્યો
છે, આટલો સમય ખભેખભા મિલાવીને સાથે કામ કર્યા બાદ અચાનક બનેલી
ઘટનાથી હજુ મન માનતું નથી કે હવે તે નથી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે,
અજિત પવાર મહારાષ્ટ્રના લોકોના નેતા હતા, જે રાજ્યની
સમસ્યાઓને મૂળથી જાણતા હતા. - મેં મોટાભાઇ ગુમાવ્યા છે : એકનાથ શિંદે : અજિત પવારના નિધન અંગે રાજ્યના ઉપમુખ્ય
પ્રધાન અને તેમના સમોવડિયા એવા એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, ઘણી દુ:ખદ ઘટના છે, મેં
મારા મોટાભાઇ ગુમાવ્યા છે, - માર્ગ અલગ હતા, સંબંધો તોડયા નહોતા : ઉદ્ધવ ઠાકરે : રાજ્યના ભૂતપૂર્વ
મુખ્ય પ્રધાન અને શિવસેના (ઉબાઠા)ના વડા ઉદ્ધવ ઠાકરેએ અજિત પવારના નિધન અંગે શોક વ્યક્ત
કરતાં જણાવ્યું હતું કે, રાજકીય મંચ
ઉપર ભલે તેમણે અલગ માર્ગ અપનાવ્યો હોય, પરંતુ તેમના સંબંધોમાં
ક્યારેય ઓટ આવી નહોતી.