ભુજ, તા. 28 : શહેરના જ્યુબિલી મેદાન ખાતે
યોજાયેલી મેડિકલ ફ્રેન્ડશિપ કપ- સીઝન-3 ટૂર્નામેન્ટમાં એમજેટી સ્ટ્રાઈકર્સ ટીમ ચેમ્પિયન બની હતી, જ્યારે મહિમ મેવરિક્સ ટીમ રનર્સ અપ રહી હતી.
ટૂર્નામેન્ટ અંતર્ગત સમાજસેવાની પરંપરાને આગળ વધારતાં રોટરી ક્લબ ઓફ ભુજ વોલસિટી માટે
થેલેસેમિયા અવેરનેસ કેમ્પેઈન હેઠળ રૂા. 1,51,111ની ધનરાશિ એકત્ર કરાઈ હતી અને મુખ્ય આયોજક ડો. લવ કતિરા તથા
ડો. મહેશ ઠક્કર દ્વારા રોટરી વોલસિટીને અર્પણ કરાઈ હતી. ટૂર્નામેન્ટનું દીપપ્રગટય કચ્છ-મોરબીના
સાંસદ વિનોદ ચાવડા, હરીશભાઈ કતિરા,
ડો. મુકેશ ચંદે તથા ડો. પી.એન. આચાર્યે કર્યું હતું. રોટરી વોલસિટી ટીમે
ધનરાશિ સ્વીકારી હતી. આ પ્રસંગે બંનેનું સન્માન કરાયું હતું, તો ક્લબની નિયમિત બેઠકમાં પણ આ સેવાકાર્યની પ્રશંસા કરાયા બાદ મોમેન્ટો આપી
સન્માનિત કરાયું હતું. આ વેળાએ રોટરી વોલસિટીના પ્રમુખ હર્ષદ ભીંડે, સચિવ દર્શન ઠક્કર તેમજ વોલસિટી ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. તા. 14 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી રમાયેલી આ ટૂર્નામેન્ટ
દરિમયાન ખેલાડીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, તો બહોળી સંખ્યામાં ઊમટેલા ક્રિકેટપ્રેમીઓએ રમતવીરોમાં જોમ પૂરું પાડયું હતું.
આ ટૂર્ના.માં કચ્છમાં પ્રથમ વખત આઈપીએલની તર્જ પર રિવ્યૂ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી
હતી, જે ખેલાડીઓ તેમજ દર્શકો બંને માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર
બની હતી. વિજેતા એમજેટી સ્ટ્રાઈકર્સના ઓનર્સ આશિષ ઠક્કર, હાર્દિક
ઠક્કર અને દર્શન ઠક્કર અને રનર્સ અપ મહિમ મેવરિક્સના ઓનર મહિમ ઠક્કર હાજર રહ્યા હતા.
ટૂર્નામેન્ટને સફળ બનાવવામુખ્ય આયોજકો ડો. લવ કતિરા અને ડો. મહેશ ઠક્કર સહિતની ટીમે
જહેમત ઉઠાવી હતી. મેઈન સ્પોન્સર હિમ્સ ઈન્ટરનેશનલ, કો-સ્પોન્સર્સ
સ્વસ્તિક ઈન્ફોટેક અને વલ્લભ પ્રિન્ટર્સ, જર્સી બેક સ્પોન્સર
પ્રબલ ફર્નિચર, યુટયુબ લાઈવ કવરેજ એટીવી લાઈવ, ફૂડ પાર્ટનર ઓમ કેટરર્સ, ડેકોર પાર્ટનર હરભોલે મંડપ,
એલઈડી પાર્ટનર સ્માર્ટ ક્રીન્સ, બેવરેજ પાર્ટનર
રફ એન્ડ ટફ એનર્જી ડ્રિન્ક, સોશિયલ મીડિયા પાર્ટનર કાફે ગ્રીન
હાઉસ, મેન ઓફ ધ મેચ સ્પોન્સર્સ નીલ જયેશભાઈ સચદે (બાપા દયાળુ)
તથા લક્ષ્યરાજ પ્રોડક્ટસ, ટ્રોફી સ્પોન્સર એનેક્સ લાઈફ સાયન્સ
રહ્યા હતા.