ભુજ, તા. 28 : વિકસિત ભારત - જી રામ જી અધિનિયમ' અંગે વ્યાપક જનજાગૃતિ લાવવા કચ્છ જિલ્લા ભાજપ
કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની અધ્યક્ષતામાં જિલ્લાની કાર્યશાળા
યોજાઈ હતી, જેમાં પાલનપુરના ધારાસભ્ય અને વક્તા અનિકેતભાઈ ઠાકર,
સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ
પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા તરીકે ખાસ ઉપસ્થિત રહેલા શ્રી ઠાકરે વિકસિત
ભારત - જી રામ જી અધિનિયમની સમજ આપી ઉપસ્થિત સૌને આ યોજનાની સાચી માહિતી લોકો સુધી
પહોંચે અને તેના લાભો વિશે લોકો માહિતગાર થાય અને વધુમાં વધુમાં લોકો આ યોજનાનો લાભ
લે તે માટે ખાસ પ્રયત્ન કરવા જણાવ્યું હતું.
જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનો
આ અધિનિયમ લોકોપયોગી અને નાના માણસને વધુ ફાયદો અપનારો બની રહેશે. સાંસદ વિનોદભાઈએ
સરકાર અને સંગઠન સાથે મળી વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકો સુધી આ યોજનાની માહિતી પહોંચે
અને લાભ મળે તેવા પ્રયત્ન કરવા જણાવ્યું હતું. ધારાસભ્ય કેશુભાઈએ અધિનિયમની સાચી માહિતી
જન જન સુધી પહોંચવી જોઈએ જેની જવાબદારી આપણા સૌની હોવાનું જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ
ઉપરાંત જિલ્લા પંચાયત પૂર્વ અધ્યક્ષા પારૂલબેન કારા, વાલજીભાઇ
ટાપરીયા, દેવરાજભાઇ ગઢવી, અભિયાનની ટીમના
સભ્યો તેમજ અપેક્ષિત શ્રેણીના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન હિતેશભાઇ ખંડોરે, સંચાલન જયસુખભાઇ પટેલે જ્યારે આભારવિધિ ડેનીભાઈ શાહે કરી હોવાનું કચ્છ જિલ્લા
ભાજપના મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરાની યાદીમાં
જણાવાયું હતું.