ભુજ, તા. 28 : શહેરના ઠોઠાવંડી પાસે આંકડાનો
જુગાર રમાડતા પન્ટરને પોલીસે ઝડપી લીધો હતો. આજે બપોરે બે વાગ્યાના અરસામાં બાતમીના
આધારે એ-ડિવિઝન પોલીસે ઠોઠાવંડી પાસે જાહેરમાં ટાઇમ ક્લોઝ બજારનો વરલી મટકાના આંક ફરકના
આંકડાનો જુગાર રમી-રમાડતા રહીમ સુલેમાન સંઘાર (ભુજ)ને રોકડા રૂા. 920, પેન-ડાયરી સાથે ઝડપી કાયદેસરની
કાર્યવાહી હાથ ધરી હતી.