નખત્રાણા, તા. 28 : તાલુકાનાં મથલ ગામે બસ સ્ટેશન
નજીકના રસ્તા પર મોટા ખાડાની સમસ્યા સર્જાતાં સત્વરે કામગીરી કરવા માંગ કરાઈ હતી. સત્વરે
સંબંધિત અધિકારીઓ દ્વારા પ્રશ્નના તત્કાલ ઉકેલ થાય,
તો ગંભીર અકસ્માતની ભીતિ ટળે તેવું જણાવાયું હતું. થોડાક દિવસ પહેલાં
નર્મદાનું પાણી મોટા જથ્થામાં વહી નીકળતાં ડામર રોડને નુકસાન પહોંચ્યું હતું અને રસ્તા
પર પડેલા ખાડા સત્વરે પૂરાય તેવી માંગ ઊઠી હતી. આ સમસ્યાને પગલે અકસ્માતો બને તેવી
પરિસ્થિતિ સર્જાઈ હોવાથી વહેલી તકે કામગીરી હાથ ધરવા રજૂઆત કરાઈ હોવા છતાં ઉકેલ ન આવ્યો
હોવાની ફરિયાદ કરાઈ હતી.