• રવિવાર, 01 માર્ચ, 2026

જમ્મુ-કાશ્મીરે રણજી ટ્રોફી જીતી રચ્યો ઈતિહાસ

નવી દિલ્હી, તા. 28 : જમ્મુ અને કાશ્મીરની ક્રિકેટ ટીમ ઈતિહાસ રચી દીધો છે. ટીમે પહેલી વખત રણજી ટ્રોફીનો ખિતાબ નામે કર્યો છે. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પહેલી વખત ફાઈનલમાં પહોંચેલી જમ્મુ કાશ્મીર સામે કર્ણાટકની ટીમની ફાઈનલ ડ્રો થઈ હતી. જો કે પહેલી ઈનિંગ્સમાં સરસાઈના કારણે જમ્મુ કાશ્મીરની ટીમ રણજી ટ્રોફી 2025-26 સીઝનની ચેમ્પિયન બની છે. કર્ણાટકની પ્લેઈંગ ઈલેવનમાં ભારત માટે રમી ચુકેલા પાંચ ખેલાડી, કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, વરુણ નાયર, દેવદત્ત પડીક્કલ અને પ્રસિદ્ધ કૃષ્ણા સામેલ હતા. જમ્મુ કાશ્મીરની ટીમમાં કોઈપણ ખેલાડી પાસે ઈન્ટરનેશનલ ક્રિકેટનો અનુભવ નહોતો. તેમ છતાં કર્ણાટકની ટીમ પારસ ડોગરાની ટીમનો મુકાબલો કરી શકી નહોતી. જમ્મુ કાશ્મીરના કેપ્ટન પારસ ડોગરાએ ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. તેવામાં જમ્મુ કાશ્મીરે પહેલી ઈનિંગમાં 584 રન કર્યા હતા. શુભમ પુંડીરે 121 રન કર્યા હતા. આ ઉપરાંત યાવર હસને 88, સાહિલ લોત્રાએ 72, કન્હૈયા વાધવને 70, પારસ ડોગરાએ 70 અને  અબ્દુલ સમદે પણ અર્ધસદી કરી હતી. બાદમાં કર્ણાટકની ટીમ પહેલી ઈનિંગમાં 293 રનમાં ઓલઆઉટ થઈ હતી અને કાશ્મીરને 291 રનની સરસાઈ મળી હતી. કર્ણાટક માટે મયંક અગ્રવાલે 160 રન કર્યા હતા. બીજી ઈનિંગ્સમાં કાશ્મીર માટે કામરાન ઈકબાલ સાથે સાહિલ લોત્રાએ સદી કરી હતી. ટીમને 11 રનમાં બે ઝટકા લાગી ગયા હોવા છતાં 4 વિકેટે 342 રન કર્યા હતા અને ટીમ અંતિમ દિવસ સુધી રમી હતી. જેના પરિણામે પહેલી ઈનિંગ્સની લીડના મદદથી કાશ્મીરની ટીમ ચેમ્પિયન બની હતી.  

Panchang

dd