• રવિવાર, 01 માર્ચ, 2026

હાર્ડવેરનાં ક્ષેત્રમાં ભારતનું નામ ગુંજ્યું

અમદાવાદ, તા. 28 (અમારા પ્રતિનિધિ તરફથી) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાણંદ ખાતેથી રૂ. 22,516 કરોડના ખર્ચે સ્થપાયેલ માઇક્રોન સેમિકંડક્ટર સુવિધાના ઉદઘાટન સાથે ભારતની ટેક ક્રાંતિનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે 20મી સદીનુ રેગ્યુલેટર ઓઇલ હતું, જ્યારે 21મી સદી માઇક્રોચિપની બનશે. તેમણે કહ્યું કે આ એઆઈ ક્રાંતિની સદી છે. સમગ્ર વિશ્વમાં ભારત આજે કેપેબલ, કોમ્પિટિટિવ અને કમિટેડ મિત્ર અને ભાગીદાર તરીકે ઊભરી રહ્યું છે. આ પ્રોજેક્ટ સાથે ગુજરાત હવે દેશના 'સેમિકન્ડક્ટર હબ' તરીકેની ઓળખને પ્રસ્થાપિત કરશે. આ સુવિધાના પ્રારંભ સાથે જ દેશની પ્રથમ મેડ ઇન ઇન્ડિયા ચિપ ગુજરાતની ધરા પરથી બનશે. તેમણે કહ્યું કે ભારત અત્યંત ઝડપથી વૈશ્વિક સેમિકંડક્ટર વેલ્યૂ ચેઇનનો હિસ્સો બની રહ્યું છે. પ્લાન્ટના ઉદઘાટન વેળાએ તેમણે માઇક્રોન ટેકનોલોજીના અત્યાધુનિક એટીએમપી (એસેમ્બલી, ટેસ્ટિગ, માર્કિંગ અને પેકાજિંગ) પ્લાન્ટની કામગીરી અને અન્ય વિગતો દર્શાવતાં પ્રદર્શનને નિહાળ્યું હતું તથા પ્લાન્ટની મુલાકાત લઈને  સેમિકન્ડક્ટર ચિપના એસેમ્બલી અને પેકાજિંગના વિવિધ અૉપરેશન્સ અંગે વિગતવાર માહિતી  મેળવી હતી. ઉલ્લેખનીય છે કે નેશનલ સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત માઇક્રોન ફેસિલિટી દ્વારા આ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.  ઉદ્ઘાટન કરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદ જીઆઈડીસી ખાતે યોજેલા રોડ શૉ અંતર્ગત જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. કાર્યક્રમમાં માઇક્રોન ટેક્નોલોજી દ્વારા ડેલ ટેક્નોલોજીના પ્રથમ કોમર્શિયલ મેડ ઇન ઈન્ડિયા શિપમેન્ટને વડાપ્રધાનની ઉપસ્થિતિમાં હેન્ડઓવર કરવામાં આવ્યું હતું.  તેમણે કહ્યું કે વિશ્વની સૌથી મોટી અને સફળ એઆઈ સમિટ બાદ આજે આપણે ટેકનોલોજી લીડરશીપ ક્ષેત્રે ભારતની કટિબદ્ધતાના એક ઐતિહાસિક પડાવના સાક્ષી બન્યા છીએ. 10-11 વર્ષ પહેલાં સુધી ભારતમાં ડેટા અને ચિપની ચર્ચા માત્ર મર્યાદિત વર્તુળોમાં જ થતી હતી અને ટેકનોલોજીના નામે આપણે માત્ર આઈટી સેવા પૂરતા સીમિત હતા, પરંતુ આજે સોફ્ટવેર માટે જાણીતું ભારત હવે હાર્ડવેરના ક્ષેત્રમાં પણ પોતાની ઓળખ સશક્ત કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, કોવિડના મુશ્કેલ સમયમાં વાવેલા બીજ આજે વટવૃક્ષ બનીને ફળ આપી રહ્યા છે અને અત્યાર સુધીમાં સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ 10  મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે.  સાણંદ સાથેના અંગત સંસ્મરણો વાગોળતા વડાપ્રધાનએ કહ્યું કે સાણંદ તો એવી ધરતી છે જે માટીને પણ સોનું બનાવી દે છે. એક એસએમએસથી અહીં રતન ટાટાના પ્લાન્ટ સાથે ઓટોમોબાઈલ ક્રાંતિની શરૂઆત થઈ હતી. આજે તે જ સાણંદ વિશ્વના નકશે સેમિકન્ડક્ટર હબ તરીકે ઊભરી રહ્યું છે. વડાપ્રધાને વિશ્વને મજબૂત સંદેશ આપતા જણાવ્યું હતુ કે જ્યારે ભાવિ પેઢીઓ આ દશકને પાછળ વળીને જોશે, ત્યારે તેઓ ગૌરવ સાથે કહેશે કે આ દશકમાં ભારતે કેટલી ઊંચી છલાંગ લગાવી હતી. આ દશક ભારતના ટેક-ફ્યુચરનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય માહિતી-પ્રસારણ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે સેમિકન્ડક્ટર ચિપ્સ આજે ડિજિટલ યુગની કરોડરજ્જુ છે. મોબાઈલ, ઓટોમોબાઈલ, ડિફેન્સ, સ્પેસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા દરેક ક્ષેત્રમાં તેની જરૂરિયાત છે. કેન્દ્રીય મંત્રી  અશ્વિની વૈષ્ણવે આ દિવસને ઐતિહાસિક ગણાવતા જણાવ્યું હતું કે ભારતે છેલ્લાં છ દાયકાથી સેમિકન્ડક્ટર ક્ષેત્રે જે સ્વપ્ન જોયું હતું,  

Panchang

dd