ભુજ, તા. 28 : નખત્રાણા તાલુકાના દેવીસરમાં
જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમતા બે ઝડપાયા હતા,
જ્યારે એક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આજે સાંજે નખત્રાણા પોલીસને
પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી કે, દેવીસર ગામની પૂર્વ બાજુ
પાણીના ટાંકાની બાજુમાં ખુલ્લામાં જુગાર રમાઈ રહ્યો છે. બાતમીના પગલે દરોડો પાડતાં
ધાણીપાસાનો જુગાર રમતા અધા આમદ ધલ અને બાબુલાલ બેચરભાઈ જેપાર (રહે. બંને દેવીસર)ને
ઝડપી લીધા હતા, જ્યારે સાલે સુમાર જુણેજા (દેવીસર) નાસી છૂટયો
હતો. દરોડા દરમ્યાન રોકડા રૂા. 2700 તથા મુદ્દામાલ જપ્ત કરી ત્રણે વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે
કાર્યવાહી કરી હતી.