દુબઇ, તા. 28 : અમેરિકા અને ઇઝરાયલ સાથે ભીષણ
યુદ્ધ વચ્ચે ઇરાને દુબઇ પર નિશાન સાધ્યું હતું. દુનિયાની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલિફાની
સાવ નજીક ડ્રોનથી હુમલો કરાયો હતો. અહેવાલો અનુસાર સમગ્ર વિશ્વના સહેલાણી સમુદાય માટે
આકર્ષણનાં કેન્દ્ર સમાન દુબઇના ભવ્ય `પામ જુમેરાહ' સ્થિત એક હોટેલની બહાર હુમલા બાદ ધડાકો સંભળાયો હતો અને ધુમાડાના ગોટા ઊંચે
સુધી દેખાયા હતા. પશ્ચિમી પર્યટકોમાં પ્રિય ફેયરમોન્ટ હોટેલની બહાર ધુમાડા અને આગની
જ્વાળાઓ સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં જોવા મળી હતી. દુબઇના રહેણાક વિસ્તારમાં
ઇરાને છોડેલા મિસાઇલનો કાટમાળ પડતાં નીચે દબાઇ ગયેલા એક એશિયા મૂળના નાગરિકનું મોત
થઇ ગયું હતું. બુર્જ ખલિફા ખાલી કરાવી દેવાઇ હતી અને દુબઇના તમામ એરપોર્ટ બંધ કરી દેવાયા
હતા. અવરજવર કરતી તમામ ઉડાનો અનિશ્ચિત સમય સુધી રદ કરી દેવાઇ હતી. યુએઇના સંરક્ષણ મંત્રાલયે ઇરાનના હુમલાઓની
ટીકા કરતાં કહ્યું હતું કે, નાગરિક સ્થળો પર નિશાન સાધવું કાયર
કૃત્ય છે. અમારી પાસે આ હુમલાનો જવાબ આપી સીમા-નાગરિકોની સુરક્ષાનો પૂરો અધિકાર છે,
તેવું યુએઇ સરકારે કહ્યું હતું.