નવી દિલ્હી, તા. 28 : ટી20 વિશ્વકપમાં રવિવારે ઝિમ્બાબ્વે
અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટક્કર થવાની છે. ઝિમ્બાબ્વેની ટીમ દ્વારા વર્તમાન ટૂર્નામેન્ટમાં
નોંધપાત્ર પ્રદર્શન કરવામાં આવ્યું છે અને બોલિંગથી લઈને બેટિંગ અને ફિલ્ડિંગમાં ઘણો
સુધારો જોવા મળ્યો છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકાની ટીમ આ વખતે વિશ્વકપમાં સૌથી મજબૂત
ટીમ બનીને ઉભરી છે. તમામ ક્ષેત્રમાં દક્ષિણ આફ્રિકા દ્વારા નોંધપાત્ર પ્રદર્શન કરવામાં
આવ્યું છે. જેના પરિણામે સતત બીજા વિશ્વકપમાં સેમિફાઈનલમાં એન્ટ્રી નિશ્ચિત કરી લીધી
છે. દક્ષિણ આફ્રિકાની સફળતામાં માત્ર બેટ્સમેન
જ નહીં, બોલરોનું પણ મહત્ત્વનું યોગદાન છે. દક્ષિણ આફ્રિકાની
ટીમમાં વર્તમાન સમયે અનુભવી અને યુવા ખેલાડીઓનું સારું સંતુલન છે. બીજી તરફ ઝિમ્બાબ્વે
શરૂઆતી બે મેચ હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થયું છે. તેમ છતા દક્ષિણ આફ્રિકા સામે
ફરી એક વખત ટક્કર જોવા મળશે.