ગાંધીધામ, તા. 14 : શહેરમાં યુવતી પાસે બળજબરીપૂર્વક રૂા. 51 હજાર પડાવી લેવાના મામલે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ અંગે કિરણભાઈ
બાબુભાઈ ખટારિયાએ આરોપી શુભાંશુદાસ ગુપ્તા સામે ફરિયાદ
નોંધાવી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું
હતું કે, આરોપીએ ફરિયાદીની દીકરીને સત્સંગ ગ્રુપ ન છોડવા
તેમજ રૂા. 51 હજાર ન આપે, તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તહોમતદારે બળજબરીપૂર્વક ફરિયાદીની દીકરી પાસે નાણાં કઢાવી
લીધાં હતાં. આ આરોપી અવાર-નવાર જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાનું પોલીસે ઉમેર્યું હતું. સમગ્ર મામલે પોલીસે વધુ છાનબિન
આરંભી છે.