• સોમવાર, 07 જુલાઈ, 2025

પરિણીત યુવાને સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ

ભુજ, તા. 6 : પોણા બે વર્ષ પૂર્વે મુંદરા તાલુકાની સગીરાને પરિણીત યુવાને લગ્નની લાલચ આપી અપહરણ કરી અનેકવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે પ્રાગપર પોલીસ મથકે ભોગ બનનાર યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ પોણા બે વર્ષ પૂર્વે તે જ્યારે સગીર હતી ત્યારે આરોપી હરિ કાનજી કેરાસિયા (હાલે રહે. ધાણેટી, મૂળ રહે. જવાહરનગર, તા. ભુજ)એ પોતે પહેલેથી પરણેલો હોવા છતાં ફરિયાદીને લગ્નની લાલચ આપી ફોસલાવી લગ્ન કરવા અને બદઇરાદે અપહરણ કરી સાથે લઇ જઇ અવારનવાર શરીર સંબંધ બાંધીને તરછોડી દીધી હતી. સહઆરોપી પીયૂષ છાંગા (રહે. ધાણેટી)એ અપહરણમાં મદદગારી કર્યાનું ફરિયાદમાં લખાવાયું છે. પ્રાગપર પોલીસે વિવિધ કલમ તળે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. 

Panchang

dd