ભુજ, તા. 18 : મુંદરા તાલુકાના મોટી ખાખર
જતા માર્ગ આવેલી વાડી પર મૂળ અમદાવાદના અને હાલમાં નવીનાળની લેબર કોલોનીમાં રહેતા અને
ગરમીના કારણે સતત ચિંતામાં રહેતા પ્રદીપભાઈ ગેણશભાઈ મકવાણા (ઉ.વ. 45) નામના આધેડનો કોહવાયેલી હાલતમાં
મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ,
હતભાગી ગત તા. 16-4ના બપોરના અરસામાં કોલોની ખાતેથી
કોઈને કહ્યા વિના ચાલ્યા ગયા હતા. ત્યારબાદ ગુરુવારે મોટી ખાખર જતા માર્ગ પર પારસ વાટિકા
વાડી પર કોહવાયેલી સ્થિતિમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે અકસ્માત મોત અંગે
નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.