• મંગળવાર, 22 એપ્રિલ, 2025

`યશસ્વી' અર્ધ સદી છતાં રાજસ્થાનની ફરી હાર

જયપુર, તા. 19 : આઈપીએલની વર્તમાન સિઝનમાં સરિયામ કંગાળ પ્રદર્શન કરનાર રાજસ્થાન રોયલ્સ શનિવારે 74 રન ઝુડી દેનાર યશસ્વી જયસ્વાલની બળુકી બેટિંગ છતાં વધુ એકવાર હારી ગઈ હતી. રોયલ્સ છેલ્લી ઘડીએ જીતી શકાય તેવી બાજી હારતાં લખનૌ સુપર જાયન્ટ્સે બે રને રોમાંચક જીત મેળવી હતી. માર્કરમ (66), આયુષ (પ0)ની અર્ધસદીઓની મદદથી લખનૌએ આપેલા 181 રનનાં લક્ષ્ય સામે રાજસ્થાન 178 રન સુધી સીમીત રહી હતી. આવેશ ખાને ત્રણ વિકેટ લીધી હતી. જયસ્વાલે બાવન દડામરાં પાંચ ચોગ્ગા, ચાર છગ્ગા સાથે 74 રન અને આઈપીએલમાં પદાર્પણ કરનાર માત્ર 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ કારકિર્દીના પ્રારંભે જ પ્રતિભા બતાવતાં 20 દડામાં બે ચોગ્યા, ત્રણ છગ્ગા સાથે ગતીભેર 34 રન કર્યા હતા. પહેલી વિકેટ માટે 85 રનની ભાગીદારી સાથે દાવનો મવજબુત પાયો પાડયો હતો. ત્યારબાદ સુકાની રિયાન પરાગે 26 દડામાં ત્રણ ચોગ્ગા, બે છગ્ગા સાથે 39 રન કરી સ્કોર બોર્ડને ગતી આપવા પ્રયાસ કર્યો હતો. અંતિમ ઓવરમાં જીત માટે જરૂરી નવ રન થઈ શકયા ન હોતા. ત્રીજા દડે હેડમાયરની વિકેટ આવેશે લીધી હતી. છેલ્લા દડામાં ચાર રન જરૂરી હતા, પરંતુ માત્ર એક રન થઈ શકયો હતો. અગાઉ લખનઉએ એડન માર્કરમ અને આયુષ બદોનીની અર્ધસદીની મદદથી 5 વિકેટના નુકસાને 180 રન કર્યા હતા. લખનઉનને પહેલો ઝટકો ત્રીજી ઓવરમાં જ મળ્યો હતો. જેમાં મિશેલ માર્શ ચાર રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. બાદમા પુરન પણ લાંબી ઈનિંગ રમી શક્યો નહોતો અને 11 રને આઉટ થયો હતો. પંતે પણ નિરાશ કરતા માત્ર ત્રણ રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. બાદમાં માર્કરમ અને આયુષ બદોની વચ્ચે મહત્વની ભાગીદારી થઈ હતી. મારકર્મની 16મી ઓવરમાં વિકેટ પડી હતી અને ત્યારે લખનઉનો સ્કોર 130 રન સુધી પહોંચી ગયો હતો. મારર્કમે 45 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 66 રન કર્યા હતા.  બાદમાં આયુષ બદોની 34 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 50 રન કરીને આઉટ થયો હતો. અંતિમ ઓવરમાં  અબ્દુલ સમદે ચાર છગ્ગા ફટકારીને લખનઉનો સ્કોર 180 રન સુધી પહોંચાડયો હતો. સમદ 10 બોલમાં ચાર સિક્સરની મદદથી 30 રન કરીને અણનમ રહ્યો હતો. રાજસ્થાન તરફથી હસારંગાને બે વિકેટ મળી હતી. જ્યારે જોફ્રા આર્ચર, સંદીપ શર્મા અને તુષાર દેશપાંડેએ એક એક વિકેટ લીધી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd