• મંગળવાર, 22 એપ્રિલ, 2025

કનૈયાબે પાસેના બે પેટ્રોલપંપમાંથી રોકડ ચોરનારો રીઢો આરોપી જબ્બે

ભુજ, તા. 20 : થોડા દિવસો પૂર્વે ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પરના બે પેટ્રોલપંપ ઉપરથી રોકડા રૂા. 1.25 લાખની ચોરી થયાની ફરિયાદ ગઇકાલે નોંધાઇ હતી. આ ફરિયાદના ગણતરીના કલાકોમાં પદ્ધર પોલીસે આ ચોરીને અંજામ આપનારા રીઢા ગુનેગાર એવા પોપટ વેલા કોલી (રહે. ધમડકા, તા. અંજાર)ને ઝડપી લીધો છે. આ અંગે પદ્ધર પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે મોખાણા  રાયપર ખોખરા ગામની સીમમાં આવેલી કોલસાની બિનઉપયોગી ભઠ્ઠી પાસે બાવળની ઝાડીમાં છૂપાયેલા પોપટ કોલીને ઝડપી પૂછતાછ કરતાં તેણે પેટ્રોલપંપમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. રોકડા રૂા. 35000 તથા દસ હજારના મુદ્દામાલ સાથે તેની અટક કરવામાં આવી છે. આરોપી પોપટ વિરુદ્ધ ચોરી તથા પ્રોહિ. એક્ટ તળે દસ ગુના અગાઉ નોંધાઇ ચૂક્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd