• મંગળવાર, 22 એપ્રિલ, 2025

ધૂળિયા માહોલ વચ્ચે કચ્છમાં મહત્તમ પારો ફરી ઊંચકાયો

ભુજ, તા. 20 : કચ્છમાં છેલ્લા બે દિવસથી ફૂંકાઇ રહેલા વેગીલાં પવનનાં કારણે વાતાવરણમાં ધૂંધળાશ જોવા મળી રહી છે. જો કે, ધૂંધળાં વાતાવરણ વચ્ચે મહત્તમ પારો ફરી ઊંચકાતાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. અંજાર, ગાંધીધામને સમાવતા કંડલા (એ.) મથકે મહત્તમ પારો ઊંચકાઇ 41 ડિગ્રીએ પહોંચતાં રાજકોટ પછી આ વિસ્તાર રાજ્યનો બીજા નંબરનો ગરમ મથક બન્યો હતો, તો જિલ્લા મથક ભુજમાં પણ બે ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન 40.2 ડિગ્રીએ પહોંચતાં ખાસ કરીને બપોરના સમયે ગરમી અનુભવાઇ હતી. રાજ્યમાં ભુજ ચોથાં નંબરનું ગરમ મથક બન્યું હતું. હવામાન વિભાગે 24 કલાક સુધી આવું તાપમાન યથાવત્ રહ્યા બાદ ફરી એકવાર મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઊંચકાય તેવી આગાહી કરી છે. હાલનું વાતાવરણ જોતાં લોકોને ગરમીમાંથી રાહત મળે તેવા કોઇ એંધાણ દેખાતાં નથી. આ તરફ રાપરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રણકાંધીના લોકો લૂના પ્રભાવથી અકળાયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd