મુલ્લાનપુર તા.20 : ઘર આંગણે સતત પરાજય સહન કરી રહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ
હરીફ ટીમના મેદાન પર જીતનો સિલસિલો યથાવત્ રાખ્યો હતો. આઇપીએલની આજની પહેલી મેચમાં
આરસીબીનો પંજાબ કિંગ્સ વિરૂધ્ધ 7 વિકેટે 7 દડા બાકી રહેતા શાનદાર વિજય થયો હતો. આરસીબીએ
1પ8 રનનો મામૂલી વિજય લક્ષ્યાંક 18.પ ઓવરમાં 3 વિકેટ ગુમાવીને
સર કરી લીધો હતો. ઘર બહાર આરસીબીનો આ સતત પાંચમો વિજય છે. પ્લેયર ઓફ ધ મેચ વિરાટ કોહલી 73 રને અણનમ રહ્યો હતો. જયારે
દેવદત્ત પડીક્કલે ઝડપી 61 રન કર્યાં
હતા. પાંચમી જીત સાથે આરસીબી ટીમ પોઇન્ટ ટેબલ પર 10 અંક સાથે ત્રીજા સ્થાને પહોંચી છે. પંજાબ કિંગ્સના પણ 10 પોઇન્ટ છે અને હવે ચોથા સ્થાને
છે. આરસીબીની શરૂઆત નબળી રહી હતી અને ફિલ સોલ્ટ
(1) જલ્દી આઉટ થયો હતો. આ પછી વિરાટ
અને પડીક્કલ વચ્ચે બીજી વિકેટમાં 69 દડામાં 103 રનની મેચ
વિજેતા ભાગીદારી થઇ હતી. પડીક્કલ 3પ દડામાં પ ચોગ્ગા-4 છગ્ગાથી 61 રને આઉટ થયો
હતો. જયારે કોહલી પ4 દડામાં 7 ચોગ્ગા-1 છગ્ગાથી 73 રને નોટઆઉટ
રહ્યો હતો. આરસીબી કપ્તાન પાટીદાર 12 રને આઉટ થયો હતો. જિતેશ શર્મા 11 રને અણનમ રહ્યો હતો. પંજાબ
તરફથી અર્શદીપ, હરપ્રિત અને ચહલે 1-1 વિકેટ લીધી હતી. અગાઉ મુલ્લાનપુરની
ધીમી વિકેટ પર આરસીબીની અસરદાર સ્પિન બોલિંગ અને ચુસ્ત ફિલ્ડીંગ સામે હોમ ટીમ પંજાબ
કિંગ્સ 20 ઓવરના અંતે 6 વિકેટે 1પ7 રનનો સામાન્ય
સ્કોર કરી શકી હતી. પંજાબની શરૂઆત સારી રહી હતી અને પહેલી વિકેટમાં 26 દડામાં 42 રનની ઝડપી ભાગીદારી થઇ હતી.
આ પછી પ્રિયાંશ 1પ દડામાં
22 રને અને પ્રભસિમરન 17 દડામાં 33 રને આઉટ થતાં પંજાબની રન રફતાર
ધીમી પડી ગઇ હતી. જે અંત સુધી ઝડપી બની ન હતી. કપ્તાન શ્રેયસ અય્યર 6, જોશ ઇંગ્લીશ 29, નેહલ વઢેરા પ અને સ્ટોઇનિસ
1 રને આઉટ થયા હતા. શશાંક સિંહે અણનમ 31 અને માર્કો યાનસને અણનમ 2પ રન કરીને પંજાબનો સ્કોર 6 વિકેટે 1પ7 રને પહોંચાડયો
હતો. આરસીબી તરફથી કુણાલ પંડયા અને સુયેશ શર્માએ 2-2 વિકેટ લીધી હતી.