• મંગળવાર, 22 એપ્રિલ, 2025

માંડવીમાં સાધુ પાસે મળેલો ચરસનો જથ્થો બિનવારસુ મળતાં પેકેટ્સ પૈકીનો

ભુજ, તા. 20 : ગત વર્ષ તેમજ તેનાથી આગલાં વર્ષે કચ્છના દરિયાકિનારા અને ટાપુ પરથી બિનવારસુ માદક પદાર્થ ડ્રગ્સનાં પેકેટ છાસવારે પોલીસ તથા વિવિધ સુરક્ષા એજન્સીઓને  મળી આવતાં હતાં, જેની વિગતો જાહેર થતી, પરંતુ ક્યારેક માછીમાર કે અન્યોને આવા પેકેટ્સ મળે અને લાલચમાં આવી રોકડી કરવાનાય એકલ-દોકલ બનાવ જે-તે સમયે સામે આવ્યા હતા. તાજેતરમાં માંડવીમાંથી 247 ગ્રામ ચરસનો જથ્થો કિશોરદાસ સાધુ પાસેથી ઝડપાયો હતે જેની પૂછતાછમાં આ જથ્થો તેને વેચાણ અર્થે બાડા ગામના રમજુ ફકીરા કોલીએ આપ્યો હતો. રમજૂને આ ચરસ બિનવારસુ હાલતમાં દરિયા કિનારેથી મળ્યો હતો. આરોપીઓએ અગાઉ આ પૈકીનો કેટલોક માલ વેચી માર્યાનું પણ સામે આવ્યું છે. સહ આરોપી રમજુને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ ડીવાયએસપી શ્રી ક્રિશ્ચિયને આ બનાવ સામે આવતાં આવા કોઈ પણ શંકાસ્પદ પેકેટ્સ મળે તો સ્થાનિક પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો છે. આ રીતે લાલચમાં આવી માદક પદાર્થનું વેચાણ કરવું ગંભીર ગુનો બને છે અને કાયદેસરની કાર્યવાહીથી બચવા જાગૃત રહેવા જણાવ્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd