• શનિવાર, 28 સપ્ટેમ્બર, 2024

જિલ્લામાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત દશની ધરપકડ

ગાંધીધામ, તા. 27 : પોલીસે અંજાર તાલુકાના રતનાલ તથા ભુજના કેમ્પ વિસ્તારમાં જુગાર અંગેની કાર્યવાહી કરીને ત્રણ મહિલા સહિત દશ ખેલીની ધરપકડ કરી હતી, જ્યારે પાંચ શખ્સ નાસી જવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રૂા. 74,750 જપ્ત કરવામાં આવ્યા હતા. રતનાલ ગામમાં રેલવે પાટાની બાજુમાં બાવળની ઝાડીમાં લાઈટના અજવાળે જુગાર રમાઈ રહ્યો હોવાની પૂર્વ?બાતમીના આધારે પોલીસે અહીં છાપો માર્યો હતો.  આ કાર્યવાહી દરમ્યાન વાઘજી ભૂરા ગોવિંદ છાંગા (આહીર) (રહે. રતનાલ), રમેશ ઉર્ફે ત્રિકમ શામજી લખણા વારોતરા (આહીર) (રહે. માધાપર), દિલીપ ભચુ બિજલ જાટિયા (આહીર) (રહે. નાગોર)ની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે કાના રવા છાંગા (રહે. વથાણચોક, રતનાલ), નંદલાલ ભીમજી માતા (રહે. રાધા-ક્રિષ્ન નગર નવાગામ-રતનાલ), ભીમજી વાસણ છાંગા (રહે. એચ.પી. પંપની સામે રતનાલ), રમેશ આહીર (રહે. ભાદરકા સોસાયટી, માધાપર), મહેશ પટેલ (રહે. માધાપર) નામના શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રૂા. 61,000, બે મોબાઈલ, એલ.ઈ.ડી. લાઈટ તથા ગંજીપાના એમ કુલ રૂા. 71,600નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. બીજી કાર્યવાહી ભુજના કેમ્પ વિસ્તારમાં ટી.બી. હોસ્પિટલ પાછળ જનતાનગરીમાં પોલીસે કરી હતી. અહીં નઝમાબાઈ સમેજા પોતાના ઘરના આંગણામાં બહારથી ખેલીઓ બોલાવી ધાણીપાસા વડે જુગાર રમાડતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે છાપો માર્યો હતો. દરોડા દરમ્યાન જનતાનગરીમાં રહેનાર સુનીલ સુરેશ મોદી, સંજીવ સુરેશ મોદી, સિકંદર મોહમદ હુશેન ચાકી, અનિલ રામજી ભીલ તથા સેજલબેન સુનીલ મોદી, નઝમાબાઈ અબ્દુલ સમેજા અને શોભનાબેન સુરેશ મોદીની અટક કરવામાં આવી હતી. પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રૂા. 13,750 તથા ચાર મોબાઈલ અને ધાણીપાસા એમ કુલ રૂા. 30,750નો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang