• શનિવાર, 27 જુલાઈ, 2024

ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલા અરજદારને 1.97 લાખ પરત અપાવાયા

ગાંધીધામ, તા. 2 : સાયબર ક્રાઇમના વધતા બનાવો વચ્ચે અરજદારને ઈમેલ પર નેટફ્લિક્સ એપ્લિકેશનમાં રૂા.200નું રિચાર્જ કરવાની લિંક આવી હતી. જેના માટે આવેલા ઓટીપી નંબર નાખતા તેમના ખાતામાંથી રૂા. 1,97,491 ઉપડી ગયા હતા. ત્યારે પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગણતરીના કલાકમાં તમામ રકમ પરત અપાવાઇ હતી. પૂર્વ જિલ્લામાં ઓનલાઈન સાયબર ક્રાઇમના બનાવોમાં .ટી.એમ., લોન, લોટરી વગેરે બનાવોમાં નાણાને તાત્કાલિક રોકવા તથા ગુના અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા સાયબર આશ્વસ્ત પ્રોજેકટ શરૂ કરાયો છે. સાયબર ક્રાઈમનો ભોગ બનેલા નાગરીકો 1930 નંબર ડાયલ કરીને સીધી ફરિયાદ લખાવે છે. જેમાં શંકાસ્પદ બેંક ખાતામાં નાણાં ગયા હોય તો બેંકમાં નાણા ફ્રીઝ કરવામાં આવે છે. અંતર્ગત ઓનલાઇન છેતરાપિંડીના એક બનાવમાં અરજદારને ઈમેલ પર નેટફ્લિકસ એપમાં 200 રૂપીયાના રીચાર્જ માટે લીંક આવી હતી. જેમાં રીચાર્જ માટે આવેલા ઓટીપી સબમીટ કરતા અરજદારના ખાતામાંથી રૂપીયા ઉપડી ગયા હતા. સાયબર કાઈમ પોલીસ દ્વારા તાત્કાલીક ખાતામાં ગયેલા રૂપિયા સ્થગિત કરાવી નાખ્યા હતા અને ટેકનીકલ સર્વેલન્સની મદદથી નાણાં અરજદારના ખાતામાં જમા કરાવ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang