• બુધવાર, 30 ઑક્ટોબર, 2024

યુ-ટયુબથી નાણાં કમાવવાની લાલચમાં 1.13 લાખની ઓનલાઇન છેતરપિંડી

ભુજ, તા. 12 : સોશિયલ મીડિયાના જમાનામાં ઓનલાઇન નાણાં કમાવવા માટે વિવિધ?આકર્ષક ઓફર મળતી હોય છે, જેમાં ક્યારેક ક્યારેક લેભાગુઓ આવા અંચળા હેઠળ લોકો પાસેથી નાણાં ખંખેરી પણ લેતા હોય છે. રીતે ભુજનો એક શખ્સ રૂા. 1.13 લાખનો ભોગ બન્યો હતો. જો કે, તેને એલસીબીની સાયબર ક્રાઇમ સેલ મદદરૂપ થઇ નાણાં પરત અપાવ્યા છે. બનાવ અંગે એલસીબીની સાયબર ક્રાઇમ સેલે જાહેર કરેલી વિગતો મુજબ ભુજના અરજદાર આશય પાઠકને વોટ્સએપમાં મેસેજ આવ્યો કે, યુ-ટયુબ ચેનલમાં વીડિયો લાઇક કરવાના રૂપિયા મળશે. આથી અરજદાર લિન્કમાં જોડાઇ ટાસ્ક પૂરો કરતાં સામાવાળાએ ટેલિગ્રામ ગ્રુપમાં જોઇન કરી જણાવ્યું કે, ચેનલનો ટાસ્ક પૂરો કરશો તો વધારે નાણાં મળશે. આથી અરજદારે લાલચમાં આવી અલગ-અલગ ટ્રાન્જેક્શન કરી રૂા. 1,13,000 મોકલાવ્યા બાદ સામેવાળાએ કોઇ વળતર આપીને અરજદારનો સંપર્ક બંધ કરી દીધો હતો. અરજદારને પોતાની સાથે ફ્રોડ થયાનું ધ્યાને આવતાં તેણે સાયબર સેલ (એલસીબી)નો સંપર્ક કરતાં સેલે તેને મદદરૂપ થઇ તાત્કાલિક પત્ર વ્યવહાર તથા ટેકનિકલ રિસોર્સના આધારે અરજદાર આશય પાઠકની ગયેલી પૂરેપૂરી રકમ રૂા. 1.13 લાખ તેના ખાતામાં પરત અપાવીને સરાહનીય કામગીરી કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang