ગાંધીધામ, તા. 12 : અંજારની એક સોસાયટીમાં રહેનાર બાળકી સાથે અડપલા કરતા એક શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.અંજારની એક સોસાયટીમાં ગત જુલાઇથી ડિસેમ્બર મહિના દરમ્યાન આ બનાવ બન્યો હતો. બે સંતાનના માતા એવા ફરિયાદી પોતાની બાળકીઓને ગત તા. 9-2ના શાળાએ મોકલાવી પોતે કામે ગયા હતા. બાદમાં બપોરે ઘરે આવતાં બાળકીઓ પણ આવી ગઇ હતી. સંતાનોએ શાળામાં બેડ ટચ, ગૂડ ટચ અંગે સમજ અપાઇ હોવાની વાત કરી હતી અને કોઇ ખરાબ રીતે સ્પર્શ કરે તો માતાને વાત કરવા જણાવાયું હતું, પણ વિનોદ પટેલ નામના શખ્સે આવું બેડ ટચ કર્યું હોવાનું જણાવ્યું હતું. આ આરોપીએ બાળકીની લાજ લેવાના ઇરાદે તેની સાથે અડપલા કરતા આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી, જેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.