• શનિવાર, 14 માર્ચ, 2026

કનકપરની કોલેજમાં એન.સી.સી.ની લાખોની ગ્રાન્ટનાં કૌભાંડનો પર્દાફાશ

કનકપર (તા. અબડાસા), તા. 13 : તાલુકાના કનકપર સ્થિત એ.જે.પી.બી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં છેલ્લા ચાર વર્ષથી ગઈઈ કેડેટ્સના હકના લાખો રૂપિયા ચાઉં કરી જવાના મસમોટાં કૌભાંડ મામલે આખરે વિદ્યાર્થી શક્તિનો વિજય થયો છે. કોલેજમાં ભણતા ગઈઈ કેડેટ્સ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા છેડવામાં આવેલા લાંબા અને ઉગ્ર આંદોલન સામે અંતે ભ્રષ્ટ કોલેજ પ્રશાસનને ઘૂંટણિયે પડવાની ફરજ પડી છે.  વિદ્યાર્થીઓએ ગઈકાલે આપેલા સચોટ આધાર-પુરાવા સાથેનાં આવેદનપત્રનાં પગલે આ ગંભીર કૌભાંડની તપાસ અર્થે આજે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીમાંથી ખુદ કુલસચિવ સહિતની ટીમ કનકપર કોલેજ ખાતે દોડી આવી હતી.  આ સમગ્ર કૌભાંડ મુદ્દે જ્યારે યુનિવર્સિટીના કુલસચિવે રૂબરૂ હિસાબ માગ્યો ત્યારે પ્રિન્સિપાલ ભૂપેન્દ્ર ગોસ્વામી મૌન થઈ જતાં વિદ્યાર્થીઓનો આક્રોશ વધુ ભભૂકી ઊઠયો હતો. સ્થિતિની ગંભીરતા પારખીને કુલસચિવે આકરા શબ્દોમાં પ્રિન્સિપાલને તાત્કાલિક હિસાબ રજૂ કરવા અને વિદ્યાર્થીઓનાં નામે આવેલી રકમ તાત્કાલિક તેમના સુધી પહોંચી જાય તેવી કડક તાકીદ કરી હતી. એટલું જ નહીં, આ સમગ્ર પ્રકરણનો વિસ્તૃત રિપોર્ટ સત્વરે યુનિવર્સિટીમાં જમા કરાવવાનો આદેશ પણ આપ્યો હતો. 36 ગુજરાત બટાલિયન દ્વારા ફાળવવામાં આવેલ રિફ્રેશમેન્ટ અને વાશિંગ એલાઉન્સની ગ્રાન્ટમાંથી 80 ટકા જેટલી રકમ (આશરે રૂા. 6,13,425થી વધુ) ગેરવલ્લે ગઈ હોવાના ગંભીર આક્ષેપો અને વિદ્યાર્થીઓના પ્રચંડ વિરોધ પ્રદર્શનને પગલે પ્રિન્સિપાલે આખરે વિવિધ માગણીઓ સંદર્ભે લેખિતમાં બાંહેધરી આપવી  પડી છે. જવાબદારોને બરતરફ નહીં કરાય તો આંદોલન વધુ જલદ બનશે. લેખિત બાંહેધરી મળવી એ વિદ્યાર્થીઓની પ્રાથમિક જીત છે, પરંતુ સમસ્ત ગઈઈ કેડેટ્સ અને અઇટઙ સ્પષ્ટપણે ચીમકી આપે છે કે, રાષ્ટ્રનિર્માણનાં આ પવિત્ર કાર્યને કલંકિત કરનાર અને કેડેટ્સના પરસેવાનાં અને હકનાં નાણાં ખાઈ જનાર જવાબદાર તત્ત્વોને તાત્કાલિક અસરથી સંસ્થામાંથી બરતરફ કરી, તેમની યુનિવર્સિટી માન્યતા રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે. જો ગાયબ થયેલી રકમ સત્વરે રિકવર કરી કેડેટ્સને ચૂકવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં યુનિવર્સિટી ખાતે વધુ ઉગ્ર આંદોલન  કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે. 

Panchang

dd