• શનિવાર, 14 માર્ચ, 2026

મોબાઈલ ડેટા પર નવા વેરાની તૈયારી !

નવી દિલ્હી, તા. 13 : દેશમાં આવનારા સમયમાં ઈન્ટરનેટનો વપરાશ મોંઘો બની શકે છે. સરકાર મોબાઈલ ડેટાના વપરાશ પર નવો ટેક્સ લગાવવા વિચારી રહી છે.  અહેવાલ મુજબ એક રિવ્યૂ બેઠકમાં ટેલિકોમ્યુનિકેશન વિભાગને સરકારે કહ્યું છે કે, તે આ મુદ્દે અભ્યાસ કરીને જણાવે કે ડેટા વપરાશ પર વેરો લગાવી શકાય કે નહીં ? નોંધનીય છે કે, હાલમાં મોબાઈલ રિચાર્જ અને પોસ્ટ પેઈડના બિલ ઉપર 18 ટકા  વેરો લેવામાં આવે છે. આમ વપરાશકર્તા પહેલાંથી જ આ સેવાનો ટેકસ ચૂકવે છે. હવે જો ડેટાના વપરાશ મુજબ તે નક્કી  કરવામાં આવશે તો આ હાલમાં ચૂકવાતા વેરા ઉપરાંત તે વધારાના નવા ચાર્જનો ભાર ગ્રાહકનાં ખિસ્સાં પર પડશે.સરકાર જે વિકલ્પ વિચારી રહી છે તેમાં દર એક જીબી ડેટા ઉપર રૂા. 1 ટેક્સ લાગી શકે છે. જો આવું થાય તો દર વર્ષે 22,900 કરોડ રૂપિયા સુધીની આવક સરકારી તિજોરીમાં જમા થશે. જો કે, હાલમાં આવો એક પ્રસ્તાવ મુકાયો છે, જે વિષયે કોઈ નિર્ણય લેવાયો નથી.આપણો દેશ એવો છે જ્યાં મોબાઈલ ડેટાનો વપરાશ ખૂબ જ છે, કારણ કે અહીં સૌથી ઓછા ભાવે મળે  છે. વીડિયોનું સ્ટ્રીમિંગ, સોશિયલ મીડિયા, ઓનલાઈન ગેમિંગ અને રીલ જોવામાં થતા  વપરાશના લીધે ડેટાની માંગ સતત વધી રહે છે.જો કે, સરકારે ટેલિકોમ્યુનિકેશન વિભાગને કહ્યું છે કે, આ પ્રસ્તાવનો પૂરો અભ્યાસ કરે અને તેનાથી થતાં ફાયદા-ગેરફાયદાને સમજીને અહેવાલ આપે. તે રિપોર્ટ આવ્યા બાદ જ નક્કી કરાશે કે મોબાઈલ ડેટાના વપરાશ પર નવો વેરો લાદવો કે નહીં ?  

Panchang

dd