કેલિફોર્નિયા, તા.12 : વર્તમાન વિજેતા
જેક ડ્રેપરે ફરી એકવાર ધમાકેદાર પ્રદર્શન કરીને ચોથા રાઉન્ડમાં પાંચ વખતના પૂર્વ ચેમ્પિયન
દિગ્ગજ ખેલાડી નોવાક જોકોવિચને હાર આપીને ઇન્ડિયન વેલ્સ ટેનિસ ટૂર્નામેન્ટના ક્વાર્ટર
ફાઇનલમાં જગ્યા બનાવી છે. 24 વર્ષીય બ્રિટનના
ખેલાડી જેક ડ્રેપરનો 2 કલાક અને
3પ મિનિટની રમતના અંતે જોકોવિત વિરુદ્ધ 4-6, 6-4 અને 7-6થી રોમાંચક વિજય થયો હતો. આ
ટૂર્નામેન્ટ બીએપી પારિબાસ ઓપન તરીકે પણ જાણીતી છે. 38 વર્ષીય જોકોવિચ ઇન્ડિયન વેલ્સ
ટૂર્નામેન્ટમાં 2008, 2011, 2014, 201પ અને 2016માં વિજેતા
રહી ચૂક્યો છે. તે પાછલા દસ વર્ષમાં આ ટૂર્નામેન્ટમાં ખિતાબથી વંચિત છે. બીજી તરફ ટોપ
સીડ સ્પેનના કાર્લોસ અલ્કરાજે નોર્વેના કાસ્પર રૂડ સામે 6-1 અને 7-6થી આસાન જીત મેળવી ક્વાર્ટર
ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. રૂસી ખેલાડી દાનિલ મેદવેદવ પણ અંતિમ-8 રાઉન્ડમાં પહોંચ્યો છે.