ભારતે જી-20 શિખર સંમેલનનાં સફળ આયોજન દ્વારા ચીનને કૂટનીતિક મોરચા પર અનેક આંચકા આપ્યા છે. સંમેલનની સફળતા અને તેના દ્વારા ભારતની વધતી કૂટનીતિક ધમકનો અહેસાસ સંભવત: પહેલેથી જ હતો. આ માટે રાષ્ટ્રપ્રમુખ શી-જિનપિંગ પહેલેથી જ આયોજનથી દૂર રહ્યા અને વડાપ્રધાનને પ્રતિનિધિ તરીકે મોકલ્યા. આ સંમેલન દ્વારા ભારતે દાખવી આપ્યું છે કે, વૈશ્વિક કૂટનીતિમાં હવે તેનો મુકાબલો કરવો ચીન માટે સંભવ નથી. જી-20 શિખર સંમેલન પછી બહાર પાડવામાં આવેલા ઘોષણાપત્ર પર સર્વસંમતિ સાધી શકાઈ તે કૂટનીતિ કૌશલની સૌથી મોટી ઉપલબ્ધિ છે. ચીનને આવી બિલકુલ આશા ન હતી. યુક્રેનના મુદ્દા પર ભારતને આમ સહમતીમાં મુશ્કેલીઓ આવશે, પશ્ચિમી દેશોનાં દબાણમાં રશિયાનો બચાવ મુશ્કેલ બનશે તેવી ધારણા હતી, પણ ભારતે સૂઝબૂઝથી આ સમસ્યા હલ કરી લીધી. રશિયા અને યુરોપને મનાવીને સહમતી મેળવી. આવી રીતે દક્ષિણ આફ્રિકા યુનિયન ભારતની પહેલથી જી-20માં સામેલ કરવામાં પણ ભારતની કૂટનીતિક જીત છે અને ચીનને આંચકો પણ છે. આફ્રિકી દેશોમાં ભારતનો કારોબાર અને રણનીતિક સંબંધોને લઈ પ્રભાવ વધશે અને ચીનનો પ્રભાવ ઘટશે. ચીને મહેસૂસ કર્યું કે જી-20ના બધા સભ્યદેશ ભારતની તરફેણમાં છે, એટલે શિખર સંમેલનના બે દિવસ પહેલાં જ સમર્થન આપવાની તૈયારી બતાવી. ભારત માટે દક્ષિણ આફ્રિકા યુનિયનના પંચાવન દેશ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે, જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતને સ્થાયી સભ્ય બનવા માટે આફ્રિકી દેશોનો સહયોગ નિર્ણાયક સાબિત થશે. ચીનની કરજની જાળમાં ફસાયેલા દેશોના વિત્તીય મેનેજમેન્ટથી સંકળાયેલા પ્રસ્તાવને મંજૂરી પણ મળી ગઈ. શ્રીલંકા સહિત કરજમાં ફસાયેલા અનેક દેશોને ફાયદો થશે, જે દેશ લાભાન્વિત થશે એમાંથી મોટા ભાગના એવા નાના દેશ છે જે ચીનની કાયમી જાળમાં ફસાઈને તબાહ થઈ રહ્યા છે. શિખર સંમેલન દરમિયાન ભારત-મધ્યપૂર્વ યુરોપ આર્થિક કોરિડોરની ઘોષણા પણ ચીનના (બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ) બીઆરઆઈનો જવાબ છે. વાસ્તવમાં ચીન બીજા દેશોમાં રેલવે માર્ગ અને બંદરો બનાવી આ પ્રકારના કોરિડોર બનાવે છે અને તેઓની સીમામાં અતિક્રમણ પણ કરે છે. આ પહેલથી ભારત અને યુરોપીય દેશો વચ્ચે વ્યાપાર અને સંપર્ક વધશે.