• ગુરુવાર, 27 નવેમ્બર, 2025

જેલમાં ઈમરાનના ભેદી મૃત્યુની અફવા

નવી દિલ્હી, તા. 26 : છઠ્ઠી મે 2023થી જેલમાં બંધ પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનનું જેલમાં ભેદી સંજોગોમાં મૃત્યુ થઈ ગયું હોવાની અફવા ઊડી છે.! સોશિયલ મીડિયામાં આવા દાવાઓનો દાવાનળ ફાટી નીકળ્યો છે. આ દરમિયાન અદિયાલા જેલ બહાર પ્રદર્શન કરતી ઈમરાનની ત્રણ બહેન સાથે મારપીટ થઈ હોવાનાં અહેવાલો આવી રહ્યાં છે. પરિવારની માગ છે કે, ઈમરાન જો સુરક્ષિણ હોય તો તેની સાથે મુલાકાત કરવાની મંજૂરી મળવી જોઈએ. ઈમરાનનાં મૃત્યુ વિશે અનેક પ્રકારની થિયરીઓ સોશિયલ મીડિયામાં ફેલાઈ રહી છે. જેમાં એકમાં એવું કહેવામાં આવે છે કે, ઈમરાનને જેલમાં ઝેર આપી દેવામાં આવ્યું છે. પાકિસ્તાન સરકારે આને નરી અફવા ગણાવી છે. બીજીબાજુ ઈમરાનની ત્રણ બહેનનું કહેવું છે કે, અદાલતની અનુમતી મળી ગયા બાદ પણ ઈમરાન સાથે મુલાકાત કરવા દેવામાં આવતી નથી. આવી જ રીતે ઈમરાનાં વકીલને પણ મુલાકાત કરવા દેવામાં આવતી નથી.  ઈમરાનનાં પરિવારનું કહેવું છે કે, ઈમરાનની તબિયત વિશે કોઈ જાણકારી આપવામાં આવી રહી નથી અને તે હાલ ક્યાં છે એ પણ કહેવામાં આવતું નથી. ઈમરાનને ચોરીછૂપે અન્ય કોઈ જેલમાં ખસેડી લેવામાં આવ્યા છે. અન્ય એક દાવા અનુસાર બીમારીનાં કારણે ઈમરાનનું મૃત્યુ થઈ ગયું છે. મીડિયાનાં અહેવાલો કહે છે કે, ઈમરાન ખાનને વર્ટિગો અને ટિનિટર જેવી બીમારીઓ છે. આ ઉપરાંત ઈમરાનની શ્રવણશક્તિ પણ ઓછી થઈ રહી છે. એક અફવા એવી પણ છે કે, પાક. સેના પ્રમુખ આસિમ મુનીર અને આઈએસઆઈનાં ઈશારે જેલમાં જ ઈમરાનની હત્યા કરી નાખવામાં આવી છે.  

Panchang

dd