ભુજ, તા. 26 : ત્રણેક માસ પૂર્વે નખત્રાણા
પોલીસ વિસ્તારમાંથી સગીરાના અપહરણના કેસમાં નાસતા-ફરતા આરોપી સંદીપ લક્ષ્મણ નાયકને
માંડવીના દુર્ગાપુર વાડી વિસ્તારમાંથી નખત્રાણા પોલીસે ઝડપી લીધો હતો. નખત્રાણા પોલીસને
બાતમી મળી હતી કે, તેમના પોલીસ
મથકનો પોક્સો એક્ટના ગુનાનો નાસતો-ફરતો આરોપી સંદીપ લક્ષ્મણ નાયક (મૂળ રહે. જોરાપરા
તા. હાલોલ, જિ. પંચમહાલ) હાલે માંડવીના દુર્ગાપુર વાડી વિસ્તારમાં
અરવિંદ મેઘજી હીરાણીના વાડી ખાતે હાજર છે અને તેની સાથે ફરિયાદીની સગીર વયની દીકરી
પણ છે. આથી નખત્રાણા પોલીસે ત્યાંથી આરોપી સંદીપને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.