ભુજ, તા. 26 : પશુચકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનર્વિસટી, ભુજ
અને નેશનલ એક્રેડીએશન ર્બોડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ (ગઅઇક)ના સંયુક્ત
ઉપક્રમે કોલેજના શિક્ષકો માટે `એન.એ.બી.એલ. માન્યતા અને તેના ફાયદાઓ પર જાગૃતિ કાર્યક્રમ-ગુણવત્તા
યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાગૃતિ કાર્યક્રમમાં કુલ 70 સહભાગીએ ભાગ લીધો હતો, જેમાં મોટાભાગના પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય,
ભુજના શિક્ષકો, સરહદ ડેરી, કચ્છ અને ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ ડેર્ઝટ ઇકોલોજી, ભુજ-કચ્છના
સહભાગીઓ જોડાયા હતા. પશુપાલન મહાવિદ્યાલય, ભુજના આચાર્ય ડો. જે.
એસ. પટેલ ઉદ્ઘાટન સત્રમાં વર્ચ્યુલી જોડાયા હતા અને મહેમાનોનું સ્વાગત કર્યું હતું. વેટરનરી ફાર્માકોલોજી અને ટોક્સીકોલોજી વિભાગના
પ્રોફેસર અને વડા ડો. એચ. બી. પટેલે મંચસ્થ મહેમાનોનું સ્વાગત કર્યું હતું તેમજ પરંપરાગત
દીપ પ્રગટાવીને જાગૃતતા કાર્યક્રમનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના
ઉદ્ઘાટન પ્રસંગે અધ્યક્ષ કુલપતિ ડો. પી. એચ. ટાંક ર્વચ્યુઅલી જોડાયા હતા અને તેમણે
ભુજની વેટરનરી કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક સેવાઓ અને ખેડૂતો
અને હિસ્સેદારોને વિસ્તરણ સેવાઓ પૂરી પાડવા માટે પ્રયોગશાળા વ્યવસ્થાપન માટે શિક્ષક
સભ્યો અને સહભાગીઓને જાગૃત કરવા માટે આવા પ્રકારના કાર્યક્રમના આયોજનને બિરદાવ્યું
હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન ગુજરાત ઇન્સ્ટિટયૂટ
ઓફ ડેર્ઝટ ઇકોલોજી, ભુજ-કચ્છના ડિરક્ટર ડો. વિજયકુમાર હતા,
જેમણે કચ્છ ક્ષેત્રમાં સંશોધનના અવકાશ અને શૈક્ષણિક અને ઉદ્યોગ સાહસિક
સંસ્થાઓમાં ગુણવત્તાયુક્ત સંશોધન વ્યવસ્થાપનની જરૂરિયાત વિશે ઉલ્લેખ કર્યો હતો,
નેશનલ એક્રેડીએશન ર્બોડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રશન લેબોરેટરીઝના સંયુક્ત
નિયામક ડો. ભૂમિ રાજ્યગુરુ, એસોસીએટ પ્રોફેસર કચ્છ યુનર્વિસટીના
ડો. મૃગેશ ત્રિવેદી, પ્રોફેસર-ડો. એચ.બી. પટેલ વગેરે મંચ પર હાજર
રહ્યા હતા. ડો. ભૂમિ રાજ્યગુરુએ ટેકનિકલ સત્રમાં પ્રમુખ વક્તા તરીકે ભૂમિકા બજાવી હતી
અને એનએબીએલ, માન્યતા પ્રક્રિયા, પોર્ટલ
પર અરજી ફાઇલ કરવા સત્ર પર પ્રેઝન્ટેશન આપ્યું હતું. ત્યારબાદ પ્રશ્ન અને જવાબનું સત્ર
યોજાયું હતું. ડો. જે. કે. રાવલે આભારવિધિ કરી હતી.