ગ્લાસ્ગો / અમદાવાદ, તા. 26 : ગુજરાત જ
નહીં ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક બન્યો છે. વર્ષ 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની ભારતના અમદાવાદ શહેરને સત્તાવાર રીતે
મળી છે. ગ્લાસ્ગોમાં આજે યોજાયેલી રાષ્ટ્રમંડળ ખેલોની બેઠકમાં ભારતને કોમનવેલ્થ ગેમ્સ-2030ની યજમાની ઔપચારિક રીતે સોંપવામાં
આવી હતી. ભારતમાં બે દાયકા બાદ કોમનવેલ્થ ગેમ્સ રમાશે. અગાઉ દિલ્હી ખાતે વર્ષ 2010મા કોમનવેલ્થ ગેમ્સ રમાઈ હતી.
જેની પાછળ ભારતે 70,000 કરોડ
રૂપિયાનો લગભગ ખર્ચ કર્યો હતો. આ રમતોત્સવમાં 72 દેશના ખેલાડીઓ ભાગ લે છે.
વર્ષ 2036નો ઓલિમ્પિક અમદાવાદના આંગણે
આયોજિત કરવાનું પીએમ મોદીનું સપનું છે. જે તરફ ભારત મક્કમ ગતિએ આગળ વધી રહ્યંy છે. વડાપ્રધાન મોદીએ આ ઘટનાક્રમને આવકારતાં
જણાવ્યું હતું કે, ભારતની ખેલદિલીની
ભાવના અને સામૂહિક પ્રતિબદ્ધતાને રમતના વૈશ્વિક નકશામાં સ્થાન મળ્યું છે. અમે વિશ્વના
સ્વાગત માટે તૈયાર છીએ. આજે યોજાયેલી રાષ્ટ્રમંડળ રમતોત્સવના સભ્ય દેશોની બેઠકમાં 74 સદસ્ય દેશોએ ભારતની 2030ની દાવેદારીની તરફેણ કરી હતી.
ખાસ વાત એ છે કે 2030માં કોમનવેલ્થ
ગેમ્સને 100 વર્ષ થશે. એટલે અમદાવાદમાં
રમાનાર કોમેનવેલ્થ ગેમ્સ શતાબ્દી રમતોત્સવ બની રહેશે. જે ગુજરાત માટે વધુ એક મોટી ઉપલબ્ધિ
છે. અમદાવાદ ઉપરાંત નાઇજીરિયાના શહેર અજુબા
પણ યજમાનીની હરીફાઇમાં હતું, પણ ભારત
બાજી મારવામાં સફળ રહ્યંy હતું. કોમનવેલ્થ
ગેમ્સના અધ્યક્ષ ડો. ડોનાલ્ડ રૂકારે કહ્યંy છે કે ભારત વિશ્વનો સૌથી આબાદી ધરાવતો દેશ છે. આ ધરતી પરનો 2030નો કોમનવેલ્થ ગેમ્સ વિશેષ બની
રહેશે કારણ કે આ રમતોત્સવનું તે શતાબ્દી વર્ષ હશે. ભારતનો કોમનવેલ્થ ગેમ્સ યુવા, મહત્ત્વાકાંક્ષા, સમૃદ્ધ
સંસ્કૃતિ અને પ્રાસંગિકતા લઇને આવશે. - અમદાવાદ બને છે ખેલકૂદનું મોટું
મથક : અમદાવાદ, તા. 26 : ગુજરાતનું મુખ્ય શહેર અમદાવાદ હવે ખેલકૂદના મોટા મથક તરીકે આગળ
વધી રહ્યું છે. અહીં 2023ના ક્રિકેટ
વર્લ્ડકપની ફાઇનલ મેચ રમાઇ હતી. ઓગસ્ટમાં કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ યોજાઇ
હતી. એશિયન એક્વાટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું. 2026માં એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ
રમાશે. 2030માં કોમનવેલ્થ ગેમ્સ રમાશે
અને 2037માં ઓલિમ્પિક્સનું લક્ષ્ય છે.